લોકસભા 2019: ઘઉં વાઢ્યા બાદ હવે હેમા ટ્રેક્ટર લઇને પહોંચ્યા બટાકાના ખેતરમાં...

તેઓ જ્યારે પોતાના જનસંપર્ક માટે નિકળ્યા તો માંટ વિસ્તારમાં બટાકાના ખેતરમાં ખેડૂતોને જોઇને પોતાના કાફલાને અટકાવી દીધો હતો

લોકસભા 2019: ઘઉં વાઢ્યા બાદ હવે હેમા ટ્રેક્ટર લઇને પહોંચ્યા બટાકાના ખેતરમાં...

મથુરા : મથુરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર હેમા માલિની ખેડૂતોને લલચાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે, જેથી લોકો તેનાં પક્ષે મતદાન કરે. 31 માર્ચે ગોવર્ધન ક્ષેત્રમાં ઘઉનો પાક વાઢતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ શુક્રવારે બટાકાનાં ખેતરમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ન માત્ર બટાકા વિણ્યા પરંતુ ટ્રેક્ટરની સવારી પણ કરી હતી. 

લોકોએ તેમની સાદગીનાં કર્યા વખાણ
સાંસદ હેમા માલિની ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ પણ પ્રકારની કસર છોડવા નથી માંગતા. તેઓ દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા છે કે મથુરાની જનતાને રીજવી શકે. આ પ્રયાસમાં શુક્રવારે તેઓ પોતાના જનસંપર્ક માટે નિકળ્યા તો માંટ વિસ્તારમાં બટાકાની ખેતરમાં ખેડૂતોને જોઇને તેમણે પોતાનો કાફલો અટકાવ્યો હતો અને ખેતરમાં પહોંચી ગયા હતા. ખેતરમાં પહોંચીને તેમણે બટાકા વિણ્યા અને ત્યાં ઉભેલા ટ્રેક્ટર પર બેઠા, તેને ચલાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા. હેમા માલિીનીનું આ સ્વરૂપ જોઇને ત્યાં હાજર દરેક વ્યક્તિ તેમની સાદગીનાં વખાણ કરવા લાગ્યા હતા. 

ખેડુતો સાથે મુલાકાત યોજી
આ દરમિયાન તેઓ ખેડુતોની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે, ખેડુતોનાં બટાકા આટલા સારા હોવા છતા પણ ખરાબ થઇ જાય છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની મજબુરીને અમારી સરકાર સમજી રહી છે. ખેડૂતોની તકલીફ ન થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે. 

જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પાક.નો સતત ગોળીબાર, LoC પર સ્થિતી તંગ
ગઠબંધન ઉમેદવારને ફેંકી ચેલેન્જ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 31 માર્ચે જ્યારે ગોવર્ધન વિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા હતા તો તેઓ ઘઉ વાઢવા માટે પહોંચી ગયા હતા. તેમણે દાતરડા વડે ઘઉં વાઢ્યા હતા. ત્યાર બાદ વિપક્ષે તેમની સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે તેઓ માત્ર નાટક કરી રહ્યા છે. પૂર્વ મંત્રી શ્યામ સુંદર શર્માએ તો ચેલેન્જ ફેંકતા કહ્યું કે, જો હેમા માલિનીએ એક વિઘાના ઘઉ વાઢી નાખ્યા તો તેઓ ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી નહી લડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news