હરિયાણામાં સરકાર બનાવવાની કવાયત, ખટ્ટર દિલ્હી પહોંચ્યા, લેવાશે આ મોટો નિર્ણય

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પરિણામ 24મીએ ગુરુવારે આવી ગયાં. જેમાં હરિયાણામાં ભાજપ બહુમતના આંકડાથી 6 બેઠક પાછળ રહી ગઈ. આજે રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ દિલ્હીમાં માથાપચ્ચી કરશે.

હરિયાણામાં સરકાર બનાવવાની કવાયત, ખટ્ટર દિલ્હી પહોંચ્યા, લેવાશે આ મોટો નિર્ણય

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પરિણામ 24મીએ ગુરુવારે આવી ગયાં. જેમાં હરિયાણામાં ભાજપ બહુમતના આંકડાથી 6 બેઠક પાછળ રહી ગઈ. આજે રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ દિલ્હીમાં માથાપચ્ચી કરશે. આ માટે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આજે સવારે જ દિલ્હી માટે રવાના થઈ ગયાં. તેઓ ચંડીગઢથી હેલિકોપ્ટર દ્વારા દિલ્હી જવા રવાના થયા હતાં. તેમની આ મુલાકાત દિલ્હીમાં ભાજપના ટોચના નેતૃત્વ સાથે થશે. મળતી માહિતી મુજબ ખટ્ટર સવારે 10 વાગે દિલ્હી સ્થિત હરિયાણા ભવન પહોંચ્યાં હતાં. 

સૂત્રોના જણાવ્યાં મુજબ અપક્ષ ઉમેદવારોના સમર્થનથી ભાજપના સરકાર બની શકે છે અને દુષ્યંત ચૌટાલાના સ્ટેન્ડ ઉપર પણ પાર્ટીની નજર છે. જેજેપી અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ પણ મોડી રાતે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ બંને નેતાઓએ હરિયાણાના ચૂંટણી પરિણામો પર વાત કરી. એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે જેજેપીનું સમર્થન ભાજપને મળી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ સાથે ગઠબંધન થતા હરિયાણા સરકારમાં ચૌટાલાને કોઈ મોટું પદ મળી શકે છે. 

ગત રાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઘરે ભાજપના અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતાં. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણા ચૂંટણી પ્રભારી અનિલ જૈન સહિત અનેક મોટા નેતાઓ શાહના ઘરે પહોંચ્યા હતાં. કહેવાય છેકે આ દરમિયાન ચૂંટણી પરિણામો બાદની રણનીતિ પર ચર્ચા થઈ. હરિયાણામાં સરકાર બનાવવાને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. 

જુઓ LIVE TV

દિલ્હીમાં કાલે ભાજપના સંસદીય બોર્ડની મહત્વની બેઠક થઈ હતી. બેઠકમાં ચૂંટણી પરિણામો પર ચર્ચા થઈ. બંને રાજ્યોમાં સરકાર બનાવવાને લઈને અમિત શાહને નિર્ણય લેવાની જવાબદારી સોંપાઈ છે. જ્યારે પીએમ મોદીએ મનોહર સરકારના કામ પર મહોર લગાવી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે હરિયાણામાં ભાજપને ગત વખત કરતા ત્રણ ટકા મતો વધુ મળ્યાં. 

હકીકતમાં ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકો મળી છે અને સરકાર બનાવવા માટે 6 ધારાસભ્યોની જરૂરિયાત છે. સૂત્રોનું માનીએ તો 8 અપક્ષ ધારાસભ્યોમાંથી 7 અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવા માટે તૈયાર છે. જ્યારે હરિયાણામાં રાનિયા વિધાનસભાથી અપક્ષ ધારાસભ્ય અને ઓમપ્રકાશ ચૌટાલના નાના ભાઈ રણજીત ચૌટાલાએ હરિયાણા ભાજપના પ્રભારી અને ભાજપ મહાસચિવ અનિલ જૈન સાથે મુલાકાત કરી. કહેવાય છે કે તેમનું સમર્થન પણ ભાજપને મળી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news