Healthy Routine: વધારે કંઈ જ કરવાનું નથી... બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન

Healthy Routine: જો આખા દિવસ દરમિયાન તમે આ ત્રણ બાબતોનું પાલન કરી લીધું તો આખા વર્ષ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો ચાલો તમને જણાવીએ એવી ત્રણ આદતો વિશે જેમાં ફેરફાર કરીને તમે તમારા સ્વાસ્થ્ય અને મહેનત વિના સુધારી શકો છો. 

Healthy Routine: વધારે કંઈ જ કરવાનું નથી... બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન

Healthy Routine: વર્ષ 2025 ની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ગયા વર્ષે પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર ન થયા હોય તો હજી પણ મોડું નથી થયું. નવા વર્ષના પહેલા દિવસથી જ જો તમે પોતાની જાતને અને પોતાના સ્વાસ્થ્યને વધારે સારું કરવા માંગો છો તો વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. ખાવા પીવાની બસ 3 આદતોને બદલી દેશો તો વર્ષ 2025 તમારા માટે એનર્જેટિક અને સારા સ્વાસ્થ્ય વાળું બની રહેશે. 

જો તમે પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે વધારે મહેનત કરી શકતા નથી અને તમારી પાસે સમયનો પણ અભાવ છે તો બસ આ 3 ફૂડ હેબિટને ધ્યાનમાં રાખો. જો આખા દિવસ દરમિયાન તમે આ ત્રણ બાબતોનું પાલન કરી લીધું તો આખા વર્ષ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો ચાલો તમને જણાવીએ એવી ત્રણ આદતો વિશે જેમાં ફેરફાર કરીને તમે તમારા સ્વાસ્થ્ય અને મહેનત વિના સુધારી શકો છો. 

જંક ફૂડ ને કહો અલવિદા 

જંક ફૂડનું સેવન કરવું આજના સમયમાં સામાન્ય થઈ ગયું છે. જંક ફૂડ ખાવામાં ટેસ્ટી લાગે છે પરંતુ તેમાં પોષક તત્વો હોતા નથી. સાથે જ તેને ખાવાથી શરીરને એક્સ્ટ્રા શુગર, ટ્રાન્સ ફેટ મળે છે જેના કારણે સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટની બીમારીઓ વધવા લાગે છે. જો તમે નવા વર્ષમાં હેલ્થને સુધારવા માંગો છો તો તળેલું, મસાલેદાર અને પ્રોસેસ ફૂડ ખાવાનું બંધ કરો તેના બદલે ઘરનો સંતુલિત આહાર લેવાનું શરૂ કરો. 

પૂરતા પ્રમાણમાં પાણી પીવું 

દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.. આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ તેનું પાલન ખૂબ ઓછા લોકો કરે છે. જેના કારણે શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે. પાણી આપણા શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે અને તેનાથી ત્વચા પણ સુંદર દેખાય છે. તેથી દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાની શરૂઆત આ વર્ષથી કરી જ દો. શરૂઆતમાં તમે ફોનમાં રિમાઇન્ડર સેટ કરી શકો છો. 

રાત્રે હળવું ભોજન અને યોગ્ય સમયે 

રાતના સમયે ભારી ભોજન કરવાથી પાચન સિસ્ટમ ખરાબ થઈ જાય છે જેના કારણે એસીડીટી, ઊંઘની સમસ્યા અને વજન વધવાની તકલીફ થઈ જાય છે. જો તમે આ વર્ષમાં હેલ્ધી રહેવા માંગો છો તો એક નિયમ બનાવી લો કે રાત્રે સૂવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેશો અને આ ભોજન હળવું તેમજ પોષણયુક્ત હશે. શક્ય હોય તો રાતના ભોજનમાં દાળ, શાક, સલાડ અને સૂપ જેવા ઓપ્શનને પસંદ કરો. 

નવા વર્ષની શરૂઆત એક તક છે જેમાં તમે સ્વાસ્થ્યને સુધારી શકો છો. તેના માટે વધારે કંઈ કરવાની પણ જરૂર નથી અહીં જણાવેલી ત્રણ અસરદાર આદતોને અપનાવીને તમે બીમારીઓથી બચી શકો છો અને સારી લાઈફ સ્ટાઈલ જીવી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news