Surya Gochar 2025: મકર સંક્રાંતિથી સૂર્યની જેમ ચમકશે 3 રાશિઓનું ભાગ્ય, વરસશે ધન, લગ્ન થઈ શકે છે નક્કી
Surya Gochar 2025: મકરસંક્રાંતિ દેશના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્ય પૂજા પણ કરવામાં આવે છે. મકરસંક્રાંતિથી સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે. આ વર્ષે 14 જાન્યુઆરી 2025 ના રોજ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે.
મકરસંક્રાંતિ 2025
14 જાન્યુઆરી 2025 એ મકરસંક્રાંતિ ઉજવાશે અને ત્યારથી જ ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. આ રાશિના લોકોને ધન લાભથી લઈને લગ્ન નક્કી થવા સહિતના સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્યના ગોચરથી સિંહ રાશિના લોકોને લાભ થશે. નોકરી કરતા લોકોની નેતૃત્વ ક્ષમતા વધશે. આત્મવિશ્વાસ પ્રબળ થશે. વેપારીઓને મહેનતનું ફળ મળશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની વિશેષ કૃપાથી સિંગલ લોકોને તેના જીવનસાથી મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ મકરસંક્રાંતિથી સારો સમય શરૂ થશે. ઘણા સમયની અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનમાં પ્રેમનું આગમન થશે. લગ્નજીવન સુખદ રહેશે. નોકરી કરતા લોકોને ઇચ્છિત કંપનીમાં કામ મળી શકે છે. વેપારીઓને સફળતા મળશે. વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે.
મકર રાશિ
મકરસંક્રાંતિ પર સૂર્યનું ગોચર શુભ રહેશે. વેપારમાં સકારાત્મક પરિવર્તનના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો. લવ લાઇફમાં ખુશીઓનું આગમન થશે. વિવાહ યોગ્ય લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. યુવા વર્ગ મિત્રો સાથે વિદેશ ફરવા જઈ શકે છે. વિવાહિત કપલના જીવનમાં મજબૂતી આવશે.
Trending Photos