દિલ્હીમાં ભાજપના નેતાની હત્યા, ઓફિસમાં ઘૂસી બદમાશોએ વરસાવી તાબડતોડ ગોળીઓ
Delhi Crime News: દિલ્હી (Delhi) માં બદમાશો બિન્દાસ બની ગયા છે. અહીં એક બીજેપી નેતા (BJP Leader Murder Case) ની તેની જ ઓફિસમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. બદમાશોએ ભાજપના નેતા પર ગોળીઓ ચલાવી હતી.
Trending Photos
BJP Leader Murder Case: દિલ્હી (Delhi)ના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટિયાલા રોડ પર શુક્રવારે સાંજે ભાજપ (BJP) નેતા સુરેન્દ્ર મટિયાલા (Surendra Matiala)ની બે અજાણ્યા બદમાશોએ નિર્દયતાથી તેમની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે લગભગ 7:45 વાગ્યે પોલીસને માહિતી મળી કે સુરેન્દ્ર મટિયાલાની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે અજાણ્યા બદમાશો હાથમાં હેલ્મેટ સાથે ઓફિસની અંદર ઘૂસ્યા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 4 ગોળી સુરેન્દ્રને લાગી હતી.
Suhagraat: સુહાગરાતે જ સીન થઇ ગયો, પત્ની બોયફ્રેન્ડના બાબાની બની ગઇ હતી કુંવારી માતા
નશેડી કૂતરો ચોરીને ગટગટાવતો હતો માલિકનો દારૂ, નશામુક્તિ કેન્દ્રમાં રાખીને છોડાવી લત
દિશા પટણી અને મૌની રોયે લગાવી આગ, હાથોમાં હાથ નાંખી જોવા મળી બેસ્ટ ફ્રેન્ડ
ભાજપના નેતાની ઘાતકી હત્યા
તમને જણાવી દઈએ કે ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઓફિસની અંદર હાજર લોકોએ સુરેન્દ્ર મટિયાલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્ર ભાજપના સ્થાનિક નેતા હતા અને તેમણે વર્ષ 2017માં કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી.
VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન
આ રીતે બદમાશોએ ઘટનાને આપ્યો હતો અંજામ
સુરેન્દ્ર મટિયાલાના પિતરાઈ ભાઈ અને પ્રત્યક્ષદર્શી રામ સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે ઓફિસમાં કુલ 4 લોકો હાજર હતા. જેમાં રામ સિંહ અને અન્ય બે લોકો બેસીને વાત કરી રહ્યા હતા જ્યારે સુરેન્દ્ર મટિયાલા ટીવી જોઈ રહ્યા હતા. બે લોકો ઓફિસની અંદર ઘૂસ્યા જેમણે ફાયરિંગ શરૂ કર્યું.
સુરેન્દ્ર મટિયાલાને વાગી હતી ગોળી
તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તે કંઈક સમજી શકે ત્યાં સુધીમાં સુરેન્દ્ર મટિયાલાને ગોળી મારી દેવામાં આવી હતી. ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે અને ઓફિસની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે