Video: બલિયામાં SDM, CO સામે ભરેલી પંચાયતમાં યુવકની ગોળી મારી હત્યા, ભાજપના નેતા પર આરોપ


 દુર્જનપુર ગામમાં કોટાની દુકાનને લઈને ભાજપ નેતા ધીરેન્દ્ર અને જયપ્રકાશ પાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલામાં વિસ્તારના એસડીએમ અને સીધો પણ વિવાદને ઉકેલવા માટે ગામની બેઠકમાં પહોંચ્યા હતા.

Video: બલિયામાં  SDM, CO સામે ભરેલી પંચાયતમાં યુવકની ગોળી મારી હત્યા, ભાજપના નેતા પર આરોપ

બલિયાઃ યૂપીના બલિયામાં સરકારી કોટાની દુકાનને લઈને વિવાદમાં ભાજપના નેતાએ એસડીએમ અને સીઓની સામે એક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના દુર્જનપુર ગામની છે. ગોળી ચાલતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ગોળી લાગ્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાસ્થળે હાજર અધિકારી સહિત બધા લોકો ભાગી નિકળ્યા હતા. ભાગદોડનો ફાયદો ઉઠાવીને આરોપી નેતા ધીરેન્દ્ર સિંહ પણ ફરાર થઈ ગયો હતો. તેની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં કાર્યવાહી કરતા સીએમ યોગીએ સ્થળ પર હાજર એસડીએમ, સીઓ અને અન્ય અધિકારીઓને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

જાણકારી પ્રમાણે ગુરૂવારે ગ્રામ સભા દુર્જનપુર અને હનુમાનગંજના કોટાની બે દુકાનોની ફાળવણી માટે પંચાયત ભવન પર ખુલી બેઠક ચાલી રહી હતી. તેમાં બૈરિયાના એસડીએમ, સીઓ અને બીડીઓ પણ હાજર હતા. સાવધાનીના ભાગ રૂપે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. આ દુકાનો માટે સ્વયં સહાયતા સમૂહોએ અરજી આપી હતી. દુર્જનપુરની દુકાન માટે વિવાદને કારણે દાવેદારો વચ્ચે મતદાન કરી કોટા ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મતદાન માટે નિયમ રાખવામાં આવ્યો કે આધાર કે કોઈ ઓળખપત્ર હશે તે જ વ્યક્તિ મત આપી શકશે. 

— ANI UP (@ANINewsUP) October 15, 2020

ઝગડો કરવા લાગ્યા બંન્ને પક્ષ
જાણવા મળી રહ્યું છે કે એક પક્ષની પાસે આધાર કાર્ડ અને ઓળખ પત્ર હાજર હતા, જ્યારે બીજા પક્ષ પાસે કોઈ આઈડી પ્રૂફ નહતા. આ મામલાને લઈને બંન્ને પક્ષો વચ્ચે ચર્ચા શરૂ થઈ. બંન્ને તરફથી લોકો લાકડી-ડંડાની સાથે ઇંટ-પથ્થર લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ વચ્ચે ભાજપ નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંગ ઉર્ફે ડબ્લૂએ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી જયપ્રકાશ ઉર્ફે ગામા પાલ નામના યુવકને લાગી, ત્યારબાદ તેનું મોત થઈ ગયુ હતું. 

પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારનું ફેસબુક એકાઉન્ટ બ્લોક, સુરજેવાલાએ સરકાર પર કર્યાં પ્રહાર

ધીરેન્દ્ર અને જયપ્રકાશમાં ચાલી રહ્યો હતો વિવાદ
સૂત્રો અનુસાર દુર્જનપુર ગામમાં કોટાની દુકાનને લઈને ભાજપ નેતા ધીરેન્દ્ર અને જયપ્રકાશ પાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલામાં વિસ્તારના એસડીએમ અને સીધો પણ વિવાદને ઉકેલવા માટે ગામની બેઠકમાં પહોંચ્યા હતા. બલિયાના એસપી દેવેન્દ્ર નાથે જણાવ્યુ કે, બંન્ને પક્ષો વચ્ચે વિવાદ બાદ ફાયરિંગની ઘટના થઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news