મહારાષ્ટ્ર: BJPએ 125 ઉમેદવારોની યાદી જાહેર કરી, નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે. ભાજપે આજે પોતાના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે. ભાજપે આજે પોતાના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે આ વખતે ચૂંટણી માટે પોતાના 12 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને બદલ્યા છે. પહેલી યાદીમાં 52 ધારાસભ્યોને ટિકિટ અપાઈ છે. આ વખતે પાર્ટીએ 12 મહિલાઓને પણ ટિકિટ આપી છે. ભાજપે આ વખતે લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજના પરિવારના સભ્યોને પણ ઉમેદવાર બનાવ્યાં છે.
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પહેલી યાદી જાહેર કરતા પાર્ટી મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે ફરી અમારી સરકાર બનવાનું નક્કી છે. 125 બેઠકો માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. તેની સૂચિ અમે બહાર પાડી રહ્યાં છીએ. 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો બદલવામાં આવ્યાં છે. 52 સિટિંગ એમએલએને ટિકિટ અપાઈ છે. જેમા 12 મહિલાઓ સામેલ છે. 288 વિધાનસભા બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવવાની છે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના નેતા અરુણ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના યશસ્વી મુખ્યમંત્રી કે જેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ચૌમુખી વિકાસ થયો છે, એવા દેવેન્દ્ર ફડણવીસજી નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ચૂંટણી લડશે.
BJP releases first list for upcoming Maharashtra assembly elections on October 21. Maharashtra CM Devendra Fadnavis to contest from Nagpur South West, BJP Maharashtra Chief Chandrakant Patil to contest from Kothrud & Pankaja Munde to contest from Parli. pic.twitter.com/8hMxbnwxnd
— ANI (@ANI) October 1, 2019
જો કે આ બધા વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે પણ દેવેન્દ્ર ફડણવીસને એક મોટો આંચકો આપ્યો છે. 2014ના ચૂંટણી સોગંદનામામાં અપરાધિક કેસો સંબંધિત જાણકારી છૂપાવવા બદલ ફડણવીસે હવે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે ફડણવીસને બોમ્બે હાઈકોર્ટમાંથી મળેલી ક્લીન ચીટને ફગાવી દીધી છે. હકીકતમાં ચૂંટણીના સોગંદનામામાં બે અપરાધિક કેસો સંબંધિત જાણકારી છૂપાવવા માટે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે ક્લીનચીટ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ ફડણવીસ વિરુદ્ધ ફરિયાદ પર નવેસરથી વિચાર કરે.
અરજીકર્તાનો આરોપ છે કે ફડણવીસે 2014 વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉપર પેન્ડિંગ 2 અપરાધિક કેસોની જાણકારી છૂપાવી. જેને બોમ્બે હાઈકોર્ટ પહેલે નકારી ચૂકી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ સતીષ ઉકે દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં કહેવાયું હતું કે ફડણવીસે પોતાના વિરુદ્ધ પેન્ડિંગ અપરાધિક કેસોનો કથિત ખુલાસો કર્યો નથી.
જુઓ LIVE TV
ઉકેએ અરજીમાં આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ફડણવીસે 2014 વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં તેમના વિરુદ્ધના બે કેસોની જાણકારી આપી નથી. બોમ્બે હાઈકોર્ટે સતીષ ઉકેની અરજી ફગાવી હતી. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ફડણવીસની ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી.
ઉકેએ આરોપ લગાવ્યો હતો કે 2009 અને 2014માં નાગપુરના દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી નામાંકન ભરતી વખતે ફડણવીસે તેમના વિરુદ્ધના બે પેન્ડિંગ કેસોની જાણકારી છૂપાવી. જે પીપલ્સ એક્ટ 1951ની 125એનો સ્પષ્ટ ભંગ છે. અરજીકર્તાના જણાવ્યાં મુજબ 1996 અને 1998માં ફડણવીસ વિરુદ્ધ ફ્રોડ અને દગાબાજીના આરોપમાં બે કેસ દાખલ થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે