મધ્યપ્રદેશ વિધાનસભામાં મહારથીઓ મેદાનમાં, ભાજપના 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 6 સાંસદો ચૂંટણી લડશે
BJP Candidates List For Madhya Pradesh: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 39 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
Trending Photos
BJP Candidates List For Madhya Pradesh: આગામી લોકસભાની ચૂંટણી પહેલાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ દરેક પક્ષ માટે ખુબ મહત્વની છે. કારણકે, વિધાનસભાની જીતએ લોકસભાનો રસ્તો સરળ કરશે. આ બાબતને ધ્યાનમાં લઈને જ મધ્યપ્રદેશના મેદાન-એ-જંગમાં એટલેકે, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મહારથીઓને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશમાં ભાજપે આજે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં દિગ્ગજોના નામ જોઈને તમે પણ હેરાન રહી જશે.
Union Minister Narendra Singh Tomar to contest from Dimani, party MP Rakesh Singh to contest from Jabalpur West, Union Minister Faggan Singh Kulaste to contest from Niwas, Union Minister Prahlad Singh Patel to contest from Narsingpur and Kailash Vijayvargiya to contest from… https://t.co/ZtiNhMub43
— ANI (@ANI) September 25, 2023
ઉલ્લેખનીય છેકે, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 39 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બીજી યાદીમાં ભાજપે દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. નરેન્દ્ર સિંહ તોમર, ફગ્ગન સિંહ કુલસ્તે...સહિત કુલ 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 6 સાંસદો ભાજપમાં વિધાનસભાની ચૂંટણી લડશે. 39 વિધાનસભા બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં કૈલાશ વિજયવર્ગીયને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો બનાવીને કેમ ઉતારવા પડ્યાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને એ એક મોટો સવાલ છે? શું 'મામા' પણ ટેન્શનમાં છે? આ મધ્યપ્રદેશમાં ભાજપનો પેચ ફસાયો છે? આ સવાલો નો જવાબ આગામી સમય આપશે...
ભાજપે મધ્યપ્રદેશમાં કયા-ક્યા મહારથીઓને ઉમેદવાર તરીકે મેદાન-એ-જંગમાં ઉતાર્યા?
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ
કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે
પૂર્વ કેન્દ્રીય મંત્રી કૈલાશ વિજયવર્ગીય
સાંસદ રાકેશ સિંહ
સાંસદ રીતિ પાઠક
પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશની તે બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટા માર્જિનથી હારી હતી અથવા જે બેઠકો ભાજપ ક્યારેય જીતી શકી નથી. સૂત્રોનું માનીએ તો તેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે