ભાજપે નિયુક્ત કર્યા પ્રભારી, નડ્ડાને સોંપી યૂપી અને નિર્મલા સીતારમણને દિલ્હીની કમાન

પાર્ટીએએ પીયૂષ ગોયલને તમિલનાડુ, પોંડુચેરી અને આંદમાન-નિકોબારમાં લોકસબા ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. ત્યારે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સી ટી રવિ સહ-પ્રભારી હશે.

ભાજપે નિયુક્ત કર્યા પ્રભારી, નડ્ડાને સોંપી યૂપી અને નિર્મલા સીતારમણને દિલ્હીની કમાન

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ કરતા શનિવારે 9 રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારી નિયુક્ત કર્યા છે. તેમાં નિર્મલા સીતારમણને દિલ્હી અને જેપી નડ્ડાને ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી છે. પાર્ટીએએ પીયૂષ ગોયલને તમિલનાડુ, પોંડુચેરી અને આંદમાન-નિકોબારમાં લોકસબા ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. ત્યારે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સી ટી રવિ સહ-પ્રભારી હશે.

ભાજપના મુખ્ય નેતૃત્વએ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર માટે પ્રદેશ પ્રભારીઓની તેમની ટીમ પસંદગીમાં ચૂંટણી અનુભવ અને સંગઠનાત્મક ક્ષમતા પર વિશ્વાસ કર્યો છે. ચૂંટણી પ્રભારી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને વિશ્વાસપાત્ર સહયોગી હોય છે અને તેમનું કામ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ એકમની વચ્ચે અંતર દૂર કરવા, જમીન સ્તરથી જાણકારી પ્રાપ્ત કરવી અને પૃષ્ઠભૂમિમાં રહી ચૂંટણી પ્રચાર ચલાવવાનું હોય છે.

17 પ્રભારી/ સહ-પ્રભારી પહેલાથી નિયુક્ત કર્યા
આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે 26 ડિસેમ્બર 2018 ના 17 રાજ્યો માટે પાર્ટી પ્રભારીઓની નિયુક્તિ કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર રાજસ્થાનમાં ચૂંટણી અભિયાન સંભાળશે ત્યારે તેમને કેબિનેટ સહયોગી થાવરચંદ ગેહલોતને ઉત્તરાખંડની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર એક નિવેદનના અનુસાર ઘણા રાજ્યો માટે સહ પ્રભારીઓની પણ નિયુક્તિ કરાવમાં આવી છે.

રાજકીય રૂપથી મહત્વપૂર્ણ પ્રાંત ઉત્તર પ્રદેશમાં ગોવર્ધન ઝડપિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને જવાબદારી સોંપવામાં આવી છે. ઝડપિયા ગુજરાતના નેતા છે ત્યારે ગૌતમ પાર્ટી ઉપાધ્યક્ષ છે. નરોત્તમ મિશ્રા મધ્ય પ્રદેશથી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સપા તથા બસપાના સંભવિત ગઠબંધનથી મોટો પડકાર મળવાની સંભાવના છે. નિવેદન અનુસાર, ભાજપ મહાસચિવો ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈનને ક્રમશ: બિહાર અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યસભા સભ્ય વી. મુરલધરન અને પાર્ટી સચિવ દેવધર રાવને આંધ્ર પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર મહેન્દ્ર સિંહને આસામ તથા ઓ.પી. માથુરને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભાજપે ઘણા અન્ય રાજ્યો માટે પણ પ્રભારીઓ તેમજ સહ પ્રભારીઓની નિયુક્તિ કરી છે. આ રાજ્યોમાં હિમાચર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા અને સિક્કિમની સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પણ સામેલ છે. પાર્ટી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને રાજસ્થાનના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મંત્રી સવતંત્ર દેવ સિંહ તથા દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ શતીશ ઉપાધ્યાય મધ્ય પ્રદેશને ક્રમશ: પ્રભારી અને સહ પ્રભારી હશે.

ભાજપ મહાસચિવ અરૂણ સિંહ, હરિયાણાના મંત્રી અભિમન્યુ, કર્નાટકના પૂર્વ મંત્રી અરવિંદ લિંબાવલી અને ઉત્તરાખંડના પૂર્વ પાર્ટી અધ્યક્ષ તીરથ સિંહ રાવતને ક્રમશ: ઓડિશા, પંજાબ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. અભિમન્યુને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે પ્રવક્તા નલિન કોહલીને નાગાલેન્ડ અને મણિપુરની જવાબદારી સોંપવામાં આવી છે. બિહારના મંત્રી મંગલ પાંડ્યેને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news