દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ બોલ્યા- કામ કર્યું હોય તો મત આપજો, ભાજપે કહ્યું- મંગલ થશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને અપીલ કરુ છું કે જો અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. જો અમે કામ કર્યું હોય તો બીજીવાર સરકાર બનાવવાના હકદાર છીએ. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ બોલ્યા- કામ કર્યું હોય તો મત આપજો, ભાજપે કહ્યું- મંગલ થશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય પાર્ટીઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડકરે કહ્યું કે, આ ચૂંટણી જૂઠ અને ખોટી વાતો નહીં પરંતુ કામના આધાર પર લડાશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું કે, આ ચૂંટણી કામ પર યોજાશે. તેમણે કહ્યું કે, જો જનતાને અમારા કામથી સંતોષ છે તો અમને મત આપે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, 'હું દિલ્હીના લોકોને અપીલ કરુ છું કે જો અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. જો અમે કામ કર્યું હોય તો બીજીવાર સરકાર બનાવવાના હકદાર છીએ. તેમણે આગળ કહ્યું, આ વખતે લોકો પોઝિટિવ મત આપશે. આ દિલ્હીના ઈતિહાસમાં પ્રથમવાર થશે.આ વખતે લોકો કામની તુલના કરશે. સીએમે આગળ કહ્યું, 'અમે ભાજપના સમર્થકો પાસે પણ મત માગશું, કોંગ્રેસના લોકો પાસે પણ મત માગશું. અમે ખરાબ શબ્દોની રાજનીતિ નહીં કરીએ. અમે કામના આધાર પર પોઝિટિવ રીતે મત માગીશું.'

દિલ્હીમાં 1993થી અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી, જાણો ક્યારે કોને મળી સત્તા

બીજીતરફ ભાજપે પત્રકાર પરિષદ યોજી જેમાં પ્રકાશ જાવડકરની સાથે મનોજ તિવારી પણ હાજર હતા. જાવડેકરે કહ્યું, 'દિલ્હીની જનતા ભાજપને સત્તામાં લાવવાનું મન બનાવી ચુકી છે. દિલ્હીમાં હવે ટ્રિપલ એન્જિનની સરકાર બનશે. વિકાસમાં વિઘ્ન પાડનારા હવે સમાપ્ત થશે અને વિકાસના માર્ગ પર ચાલવામાં આવશે.'

તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું, 'કેજરીવાલ સરકારે રાજકીય દુર્ભાવનાને કારણે દિલ્હીમાં મોદી સરકારની યોજનાને લાગૂ કરવા દીધી નથી. આ સરકારે આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ઘણી યોજનાઓ પર પ્રતિબંધ લગાવ્યો જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળવાનો હતો.'

કેન્દ્રીય પ્રધાને પણ ભાજપની જીતનો દાવો કરતા કહ્યું કે, કેજરીવાલ જી હવે બહાનાબાજી ચાલશે નહીં, તમે સંપૂર્ણ રીતે ઉઘાડા પડી ગયા છો. તેથી હવે દિલ્હીની જનતાનો અવાજ ભાજપની સાથે છે. અમને વિશ્વાસ છે કે ભાજપને સફળતા મળશે. દિલ્હીમાં કામના આધાર પર ચૂંટણી લડવામાં આવશે, ન અસત્ય ચાલશે ન ખોખલા દાવા. 

— BJP Delhi (@BJP4Delhi) January 6, 2020

તો ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું, 'તે ખુશીની વાત છે કે દિલ્હી ચૂંટણીનું પરિણામ મંગળવારે આવી રહ્યું છે અને આ દિવસ સાથે અમારા બધાનો ઉંડો સંબંધ છે. ભાજપ સામાન્ય લોકોનું મંગલ કરવા માટે જાણીતું છું, તેથી પ્રકૃતિ પણ અમને સકારાત્મક સંકેત આપી રહી છે.'

મહત્વનું છે કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news