પટનામાં રાલોસપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, ઉપેંદ્ર કુશવાહા થયા ઘાયલ
રાજધાની પટનામાં રાલોસપા પાર્ટીએ શનિવારે સરકાર વિરુદ્ધ આક્રોશ માર્ચ કાઢી હતી, જો કે આ આક્રોશ માર્ચ દરમિયાન રાલોસપા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
Trending Photos
પટના : રાજધાની પટનામાં રાલોસપાની પાર્ટીએ શનિવારે સરકારની વિરુદ્ધ આક્રોશ રેલી ગાઢી હતી. જો કે આ આક્રોશ રેલી દરમિયાન રાલોસપા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસે રાલોસપા નેતાઓ પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ લાઠીચાર્જમાં રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને પણ ઇજા થઇ હતી.
વાત જાણે એમ બની કે બિહારમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાઓ મુદ્દે રાલોસપા પાર્ટીએ રાજધાની પાર્ટીમાં આક્રોશ માર્ચનું આયોજન કર્યું હતું. આ માર્ચ ગાંધી મેદાનથી રાજ ભવન જઇ રહ્યા હતા. જો કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ અને રાલોસપા કાર્યકર્તાઓમાં ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસે કાર્યકર્તાઓ પર લાટીચાર્જ કરી દીધો હતો. અનેક કાર્યકર્તાઓને પણ ઇજાઓ થઇ હતી.
સમાચાર અનુસાર આક્રોશ માર્ચનું નેતૃત્વ ઉપેન્દ્ર કુશવાહા પોતે કરી રહ્યા હતા. જો કે પોલીસ આ રેલીને અટકાવવા માંગતી હતી. જો કે રાલોસપા કાર્યકર્તાઓ આગળ વધવા માટે જીદ કરી રહ્યા હતા. બીજી તરફ કાર્યકર્તાઓ અને પોલસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. બીજી તરફ પોલીસે કાર્યકર્તાઓને નિયંત્રીત કરવા માટે લાઠીચાર્જ કરી દીધો હતો.
Visuals: Police lathi charge during RLSP's Jan Aakrosh rally in Patna. RLSP Chief Upendra Kushwaha also present at the spot, says "Nitish Kumar ne lathi chalvayi hai humare logo par, mujhko chot aayi hai. Humare anek sathiyo ko lathi lagi hai" pic.twitter.com/YZoApZYK1K
— ANI (@ANI) February 2, 2019
લાઠીચાર્જમાં રાલોસપાનાં અનેક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાએ પણ દાવો કર્યો કે તેમના પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો. બીજી તરફ તેમની તબિયત બગડવાનાં પણ સમાચાર છે. તેમને સારવાર માટે પીએમસીએચ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રાલોસપાના કાર્યકર્તાઓના ટોળા પર પોલીસ દ્વારા જળપ્રહાર (વોટર કેનન)નો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે