કિશોરી સાથે ગેંગરેપ બાદ જીવતી સળગાવી, વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી

વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર તેની સાથે ગેંગરેપ કરવામાં આવતો હતો. જાણકારી અનુસાર છોકરીના પિતાન પંજાબમાં કામ કરે છે. અને છોકરી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. એ

કિશોરી સાથે ગેંગરેપ બાદ જીવતી સળગાવી, વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી

મુજફ્ફરપુર: બિહારના મુજફ્ફરપુરમાં એક કિશોરીને ગેંગરેપ બાદ તેના ઘરમાં જ જીવતી સળગાવી દેવામાં આવી. આ ખૌફનાક ઘટનાને અંજામ આપનાર ચારેય યુવક પોલીસની પકડથી બહાર છે, જ્યારે આ ઘટના 3 જાન્યુઆરીની છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સ્થાનિક દબંગ મામલાને દબાવી ન શક્યા. 

ઘરમાં જ ગેંગરેપ બાદ જીવતા સળગાવ્યા
હચમચાવી દેનાર આ ઘટના મુજફ્ફરપુર (Mujaffarpur)ના સાહેબગંજ પોલીસમથકની છે. અહીં ગુલશન કુમાર, ચંચલ કુમાર, અભિનય કુમાર અને રાજૂ કુમારે કિશોરી સાથે ઘણીવાર ગેંગરેપ કર્યો હતો. અને તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. એટલું જ નહી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર તેની સાથે ગેંગરેપ કરવામાં આવતો હતો. જાણકારી અનુસાર છોકરીના પિતાન પંજાબમાં કામ કરે છે. અને છોકરી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. એવામાં એકવાર ફરી 3 જાન્યુઆરીના રોજ ચારેય લોકો તેના ઘરમાં ઘૂસીને તેની સાથે ગેંગરેપ કર્યો અને જીવતી સળગાવી દીધી. 

કેસને દબાવવાનો પ્રયત્ન થયો
જીવતા સળગાવ્યા બાદ કિશોરીનું મોત થઇ ગયું. પરંતુ બિહાર પોલીસે આંખો બંધ કરી દીધી. એટલું જ નહી કેસને દબાવવા માટે સ્થાનિક સ્તર પર ઘણીવાર પંચાયત થઇ. છોકરીના પિતાએ 8 જાન્યુઆરીના રોજ ફરિયાદ આપી હતી, પરંતુ સાહેબગંજ પોલીસે કેસ દાખલ કર્યો નથી. જાણકારી અનુસાર મંગળવારે પણ આ કેસને દબાવવાનો પ્રયત્ન થયો અને આખરે બુધવારે એટલે કે આજે એફઆઇઆર દાખલ થઇ છે.

પોલીસે શું કર્યું?
મુજફ્ફરપુર પોલીસે કહ્યું કે પીડિત પરિવારની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધાવી આરોપીઓની ધરપકડના પ્રયત્નો તેજ કરી દીધા છે. જોકે અત્યાર સુધી કોઇ પણ આરોપી પોલીસના હાથ લાગ્યો નથી. આ મામલે સવાલ પોલીસ સામે ઉદભવી રહ્યા છે કે તે 8 જાન્યુઆરીના રોજ ફરિયાદ છતાં હાથ પર હાથ ધરીને કેમ બેસી રહી અને તાત્કાલિક એફઆઇઆર નોંધી કાર્યવાહી કેમ ન કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news