પટના પહોંચેલા હાર્દિકે કહ્યું, નીતીશ કુમારે રસ્તો બદલ્યો એટલે બેબસ દેખાઇ રહ્યા છે

ગુજરાતનાં પાટીદાર નેતા હાર્દિક પટેલ શુક્રવારે બિહારની રાજધાની પટના પહોંચ્યા હતા. જાગૃતતા સમ્મેલનમાં ભાગ લેવા પહોંચેલા હાર્દિક પટેલે પટના એરપોર્ટ પર મીડિયા સાથે ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે, હું અહીં કોઇના વિરોધ અથવા સમર્થન માટે નથી આવ્યો. હું ગુજરાતનો છું, પરંતુ બિહારમાં પણ મને તમામ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. હાર્દિકે એક સવાલ અંગે કહ્યું કે, મે મારો પોતાનો રસ્તો નથી બદલ્યો. પરંતુ ઘણા લોકોએ પોતાનો રસ્તો બદલી દીધો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાનો રસ્તો બદલી લીધો છે. 
પટના પહોંચેલા હાર્દિકે કહ્યું, નીતીશ કુમારે રસ્તો બદલ્યો એટલે બેબસ દેખાઇ રહ્યા છે

પટના : ગુજરાતનાં પાટીદાર નેતા હાર્દિક પટેલ શુક્રવારે બિહારની રાજધાની પટના પહોંચ્યા હતા. જાગૃતતા સમ્મેલનમાં ભાગ લેવા પહોંચેલા હાર્દિક પટેલે પટના એરપોર્ટ પર મીડિયા સાથે ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે, હું અહીં કોઇના વિરોધ અથવા સમર્થન માટે નથી આવ્યો. હું ગુજરાતનો છું, પરંતુ બિહારમાં પણ મને તમામ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. હાર્દિકે એક સવાલ અંગે કહ્યું કે, મે મારો પોતાનો રસ્તો નથી બદલ્યો. પરંતુ ઘણા લોકોએ પોતાનો રસ્તો બદલી દીધો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાનો રસ્તો બદલી લીધો છે. 

રસ્તો બદલવો ત્યારે જ ફાયદાકારક બની શકે છે જ્યારે લોકોને તેનાં કારણે ફાયદો થતો હોય. જો કે રસ્તો બદલવાનાં કારણે પોતાનું વજુદ ન બદલવું જોઇએ. હાર્દિકે કહ્યું કે, નીતીશ કુમારે પોતાનો રસ્તો બદલી લીધો છે અને તે નવી જગ્યા પર બેબસ જોવા મળી રહ્યા છે. જ્યારે ગઠબંધનમાં આવવાની વાત અંગે તેમણે કહ્યું કે, સંવિધાનને બચાવવા માટે એક સાથે તમામ લોકોએ ઉઠવું જોઇએ. એવા લોકો જો સાથે મળી જાય તો તેનાંથી સારી વાત કઇ હોઇ શકે છે. 

બીજી તરફ હાર્દિકે તેમ પણ કહ્યું કે, તેઓ લાલુ યાદવને મળવા માંગે છે પરંતુ તેઓ મુંબઇમાં છે, માટે મુલાકાત નહી થઇ શકે. જો તેજસ્વી ઇચ્છે તો મુલાકાત શક્ય છે. તેમણે કહ્યું કે, હું અહીં જાગૃતતા માટે આવ્યો છું. અમે ખેડૂત, યુવાન, સામાજિક ન્યાય, સમાનતા અને સત્યની લડાઇ લઇને નિકળ્યાં છીએ.

હાર્દિક પટેલે આજે બપોરે 1.30 વાગ્યે પટના એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. ત્યાંથી તે સીધો ચિતકોહરા પુલની નજીક સરદાર પટેલની મુર્તિ પર માલ્યાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી માલ્યાર્પણ બાદ તે હોટલ મોર્યા જવાના માટે રવાના થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news