કેમ સુશીલ મોદીનું પત્તુ કપાયું? દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યો આગળનો પ્લાન

ભાજપે જે નેતાઓને સાઇડલાઇન કર્યા, તેના સ્થાને સામાજીક સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે. સુશીલ મોદીના સ્થાને વૈશ્ય સમાજના તારકિશોર પ્રસાદને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.

કેમ સુશીલ મોદીનું પત્તુ કપાયું? દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યો આગળનો પ્લાન

પટનાઃ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ બિહારમાં પ્રથમ પેઢીના નેતાઓને છૂટ્ટા કરી મોટો સંદેશ આપ્યો છે. પાર્ટીએ બિહાર ભાજપના સંસ્થાપક ત્રણ નેતાઓને સાઇડલાઇન કરી દીધા છે. પાછલી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલ મોદી, રોડ નિર્માણ મંત્રી રહેલા નંદકિશોર યાદવ, કૃષિ મંત્રી પ્રેમ કુમાર, મહેસૂલ તથા ભૂમિ સુધાર મંત્રી રહેલા રામનાયારણ મંડલને બદલી નાખ્યા છે. ચારેય નેતાઓના નામ બિહાર ભાજપના સંસ્થાપક દિગ્ગજમાં સામેલ છે. પરંતુ ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, સુશીલ મોદીને પાર્ટી નવી જવાબદારી આપવા જઈ રહી છે. તેઓ ભાજપનો વારસો છે. 

ભાજપે જે નેતાઓને સાઇડલાઇન કર્યા, તેના સ્થાને સામાજીક સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે. સુશીલ મોદીના સ્થાને વૈશ્ય સમાજના તારકિશોર પ્રસાદને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. આ રીતે ચંદ્રવંશી સમાજના પ્રેમ કુમારના સ્થાને નોનિયા સમાજના રેણુ દેવીને પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. નંદ કિશોરના સ્થાને ઔરાઈથી પ્રથમવાર ધારાસભ્ય ચૂંટાયેલા રામસૂરત રાયને મંત્રી બનાવવામાં આવ્યા છે. 2015ની ચૂંટણીમાં રામસૂરત રાય હારી ગયા હતા. રામસૂરત નિત્યાનંદના નજીકના ગણાય છે. મુઝફ્ફરપુર જિલ્લાના ભાજપ જિલ્લાધ્યક્ષ છે. ભાજપે તમામ ફેરફાર દ્વારા બિહારમાં પાર્ટીના નવા છોડને આગળ વધારવાનું કામ કર્યું છે. 

— ANI (@ANI) November 16, 2020

નીતીશ સરકારમાં સહકારિતા મંત્રી રહેલા રાજપૂત સમાજના રાણા રણધીર સિંહના સ્થાને આરાથી ધારાસભ્ય અમરેન્દ્ર સિંહને મંત્રી બનાવવામાં આવ્યા છે. 74 વર્ષીય અમરેન્દ્ર સિંહ ભાજપના સૌથી વૃદ્ધ મંત્રી છે. મુઝફ્ફરપુરથી મંત્રી રહેલા સુરેશ શર્માના સ્થાને જાલેના ધારાસભ્ય જીવેશ કુમારને મંત્રી બનાવવામાં આવ્યા છે. જીવેશ પ્રથમવાર મંત્રી બન્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news