બિહારમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધી 14ના મોત, પટણામાં ચારેબાજુ પાણી જ પાણી

બિહારમાં વરસાદ અને પૂર વિનાશ વેરી રહ્યાં છે. બિહારના 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

બિહારમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધી 14ના મોત, પટણામાં ચારેબાજુ પાણી જ પાણી

પટણા: બિહારમાં વરસાદ અને પૂર વિનાશ વેરી રહ્યાં છે. બિહારના 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. બિહારમાં વરસાદ અને પૂરના કારણે 13 ટ્રેનો લેટ છે અને 23નો રૂટ બદલી નાખવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 14 લોકોના મોતના અહેવાલ છે. જો કે તેની હજુ અધિકૃત પુષ્ટિ થઈ નથી. દાનાપુર-ખગૌલ રેલવે સ્ટેશનની પાસે મુસાફરો ભરેલી રિક્ષા પર વિશાળકાય વૃક્ષ પડવાના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ દુર્ઘટનામાં બે મુસાફરો ઘાયલ થયા છે.

— ANI (@ANI) September 29, 2019

ભાગલપુરમાં 2 અલગ અલગ જગ્યાઓ પર દીવાલ પડવાના કારણે 6 લોકોના મોત થયા છે. બરારી પોલીસ સ્ટેશન હદના હનુમાન ઘાટ પાસે દીવાલ પડવાના કારણે 4 લોકોના મોતના અહેવાલ છે. જ્યારે બરારો પોલીસ સ્ટેશન હદમાં મોટી ખંજરપુરમાં દીવાલ પડતા બે લોકોના મોત થયાની વાત સામે આવી છે. એસડીઆરએફ કાટમાળ હટાવી રહી છે. એવું કહેવાય છે કે કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે. 

જુઓ LIVE TV

મુંગેરના ટેટિયા બમ્બરમાં બ્લોકની પાછળ વૃક્ષ પડવાથી 70 વર્ષની મહિલાનું મોત થયું છે. મહિલા પોતાના ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી. પટણામાં ગઈ કાલે કરન્ટ લાગવાથી એક કિશોરનું મોત થયું. કૈમૂર જિલ્લાના ભભૂઆમાં શનિવારે સતત વરસાદના કારણે માટીના ઘર પડવાથી દલિત વસ્તીમાં એક જ પરિવારના 2 લોકોના માર્યા જવાના અહેવાલ છે. 
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news