કોણ બનશે મુખ્યમંત્રી? નીતીશ બોલ્યા- મેં દાવો કર્યો નથી, NDA લેશે નિર્ણય


બિહારમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએને બહુમતી મળી છે. હવે નેતાના નામ પર મંથન ચાલી રહ્યું છે. તેના પર જેડીયૂના નીતીશ કુમારે કહ્યુ કે, એનડીએ જે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ કામ કરવામાં આવશે.

કોણ બનશે મુખ્યમંત્રી? નીતીશ બોલ્યા- મેં દાવો કર્યો નથી, NDA લેશે નિર્ણય

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રીની ખુરશીના સવાલ પર નીતીશે ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. સીએમ બનવાના સવાલ પર નીતીશ કુમરે કહ્યુ કે, મેં મુખ્યમંત્રી બનવાનો દાવો કર્યો નથી. તેના પર નિર્ણય એનડીએમાં સામેલ પાર્ટીઓ કરશે કે બિહારના મુખ્યમંત્રી કોણ બનશે.

આ પહેલા તેમણે કહ્યું હતું કે, જનતાએ એનડીએને બહુમત આપ્યો છે અને અમે સરકાર બનાવીશું. શપથ ગ્રહણને લઈને તેમણે કહ્યું કે, તેમનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી કે શપથ ગ્રહણ દિવાળી બાદ કે છઠ્ઠ પછી થશે. અમે પરિણામની સમીક્ષા કરી રહ્યાં છીએ. સહયોગી ચાર પાર્ટીઓના નેતા કાલે બેઠક કરશે. 

— ANI (@ANI) November 12, 2020

243 સીટ વાળી બિહાર વિધાનસભામાં એનડીએને 125 સીટ મળી છે. ભાજપને 74 અને જેડીયૂને 43 બેઠકો મળી છે. તો આરજેડીના ખાતામાં 75 સીટ આવી છે અને તે બિહારની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યારે તેના સહયોગી કોંગ્રેસને 19 અને વામપંથી દળોને 16 સીટ મળી છે. મહાગઠબંધનના ખાતામાં કુલ 110 સીટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news