JDUના 17 ધારાસભ્યો આરજેડીના સંપર્કમાં? સીએમ નીતીશ કુમારે આપ્યો જવાબ

શ્યામ રજકના આ દાવા પર જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે.
 

JDUના 17 ધારાસભ્યો આરજેડીના સંપર્કમાં? સીએમ નીતીશ કુમારે આપ્યો જવાબ

પટનાઃ બિહારની રાજનીતિમાં તે સમયે હલચલ શરૂ થઈ ગઈ જ્યારે આરજેડી નેતા શ્યામ રજકે જેડીયૂ ધારાસભ્યોને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, જેડીયૂના 17 ધારાસભ્યો આરજેડીના સંપર્કમાં છે. પરંતુ તેમના આ દાવા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોઈપણ આવો દાવો કરે છે, તે પાયાવિહોણો છે. તેમાં કોઈ દમ નથી. આવી કોઈ વાત નથી. 

મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, 4 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યુ કે, જે લોકો આ દાવો કરી રહ્યાં છે તે પાયાવિહોણા અને બકવાસ છે. 

— ANI (@ANI) December 30, 2020

જેડીયૂ છોડીને આરજેડીમાં સામેલ થનારા બિહાર સરકારના પૂર્વ ઉદ્યોગ મંત્રી અને આરજેડી નેતા શ્યામ રજકે મોટો દાવો કર્યો હતો. શ્યામ રજક પ્રમાણે બિહાર સરકારમાં ભાજપની વધતી દખલને કારણે ઘણા જેડીયૂ ધારાસભ્યો પરેશાનવ છે. શ્યામ રજકે દાવો કર્યો કે, જેડીયૂના 17 ધારાસભ્યો આજે આરજેડીમાં સામેલ થવા તૈયાર બેઠા છે. ત્યારબાદ શ્યામ રજકે તે પણ કહ્યું કે, આરજેડીએ હાલ તેને આવવાથી રોકી રાખ્યા છે કારણ કે પક્ષપલટો કાયદા બેઠળ બીજા પક્ષમાંથી આવનાર ધારાસભ્યોની સંખ્યા 25-26 હોવી જોઈએ. શ્યામ રજકે તે પણ દાવો કર્યો કે, આવનારા કેટલાક દિવસોમાં જેડીયૂના ઘણા ધારાસભ્યો આરજેડીમાં સામેલ થઈ જશે. 

કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય, દેશમાં બનશે બે મોટા ટ્રેડ કોરિડોર, રોજગારી માટેની આ યોજનાને પણ મળી મંજૂરી

શ્યામ રજકના આ દાવા પર જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે. તેમાં કોઈ દમ નથી. આવી કોઈ વાત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news