Viral Video: મોબાઇલ ચોરીને ભાગી રહ્યો હતો વ્યક્તિ, લોકોએ ટ્રેનની બહાર લટકાવી રાખ્યો

Bihar Thief Viral Video: વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચોર પોતાના જીવની ભીખ માંગી રહ્યો છે. આ મહિને બિહારમાં બીજી ઘટના બની છે. આ પહેલા એક ઘટના બેગૂસરાયમાં સામે આવી હતી. 

Viral Video: મોબાઇલ ચોરીને ભાગી રહ્યો હતો વ્યક્તિ, લોકોએ ટ્રેનની બહાર લટકાવી રાખ્યો

ભાગલપુરઃ Bihar Thief Viral Video: બિહારના ભાગલપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક ટ્રેનનો છે, જેમાં લોકોએ ચોરને બારીમાં લટકાવી રાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ચોર ચાલટી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો. ત્યારબાદ તેને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં તમે ચોરને પોતાના જીવની ભીખ માંગતો જોઈ શકો છો. આ મહિને બિહારમાં આવી બીજી ઘટના છે. આ પહેલા પણ એક આવી ઘટના બેગૂસરાયમાં બની હતી. 

આ વીડિયો ભાગલપુર જિલ્લાની એક પેસેન્જર ટ્રેન (Passenger Train Video) છે, જ્યાં આવી ઘટના બનતી રહે છે. પરંતુ આ વખતે ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના લૈલખ-ધોધા રેલવે સ્ટેશન વચ્ચેની છે. 

— India.com (हिन्दी) (@IndiacomNews) September 29, 2022

જાણવા મળી રહ્યું છે કે અહીં ચોરોનું એક ગ્રુપ સક્રિય છે. પરંતુ આ વખતે તેનો બીજો સાથી ભાગવામાં સફળ રહ્યો જ્યારે એક ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રીએ ઝડપાયેલા ચોરને ટ્રેનની અંદર ખેંચી લીધો અને તેને માર માર્યો. વીડિયોમાં ટ્રેનથી લટકેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, ભાઈ હાથ ન છોડતો, બાકી મારૂ મોત થઈ જશે. યાત્રીકોએ આ ચોરને પોલીસના હવાલે કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news