મુજફ્ફરપુરમાં હૂમલા બાદ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા પપ્પુ યાદવ

જન અધિકાર પાર્ટી (લોકતાંત્રીક)ના પ્રમુખ અને સાંસદ પપ્પુ યાદવ પર હૂમલો થયો હોવાનાં સમાચાર મળી રહ્યા છે

મુજફ્ફરપુરમાં હૂમલા બાદ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા પપ્પુ યાદવ

મુજફ્ફરપુર : જન અધિકાર પાર્ટી (લોકતાંત્રીક)ના પ્રમુખ અને સાંસદ પપ્પુ યાદવ પર હૂમલો થયો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર મુજફ્ફરપુરથી મધુબની જઇ રહેલ પપ્પુ યાદવ પર હૂમલો થયો હતો. પપ્પુ યાદવ મધુબનીથી પટના સુધી પગપાળા યાત્રાની શરૂઆત કરવા માટે બાસોપટ્ટી જઇ રહ્યા હતા, જ્યાં તેમના પર હૂમલો થયો. હૂમલાનો આરોપ બંધના સમર્થકો પર લગાવવામાં આવી રહ્યો છે. 

પપ્પૂ યાદવ હૂમલામાં મુજફ્ફરપુર રેપ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના ગુંડાઓનો હાથ હોવાના સમાચારો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. સમાચાર છે કે પપ્પુ યાદવ ગાડીમાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે જ હૂમલો કરવામાં આવ્યો છે. જો કે તેમની ગાડીને વધારે નુકસાન થયું નથી. જો કે પપ્પુ યાદવનું કહેવું છે કે તેમને જીવ બચાવીને ભાગવું પડ્યું છે. 

પપ્પુ યાદવે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, જો સીઆરપીએફનાં જવાનો તેમની સાતે ન હોત તો તેની હત્યા નિશ્ચિત હતી. સ્થિતી એવી હતી કે ગોળી પણ ચલાવવી પડી શકે છે. તેમણે જણાવ્યું કે, રસ્તો રોકીને એટેક કરનારા લોકો પર પિસ્ટલ હતી. 
પપ્પુ યાદવ ધ્રૂસ્કે ઘ્રૂસ્કે રડી પડ્યા વીડિયો જોવા માટે કરો ક્લિક...
પપ્પુ યાદવે જણાવ્યું કે, તેમના કાફલામાં જેટલી પણ ગાડીઓ હતી તે તમામના કાચ તુટી ચુક્યા છે. તેમના મોબાઇલ પણ તોડી દેવામાં આવ્યા છે. બસ કોઇ પણ પ્રકારે તેઓ જીવ બચાવીને ભાગ્યા.તેણે કહ્યું કે હૂમલા પહેલા તેમના કાફલાને ઘણા સ્થળો પર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હૂમલો કરનારા લોકો તેના કાફલાનો પીછો કરી રહ્યા હતા. 

પપ્પુ યાદવે એવો પણ દાવો કર્યો કે, હૂમલા બાદ એશપી અને આઇજીને સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે કોઇનો સંપર્ક થઇ શક્યો નથી. કોઇએ કોલ પણ નહોતો ઉપાડ્યો. પપ્પુ યાદવનો આરોપ છે કે તેની હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેઓ સમાજની બુરાઇઓ સાથે લડાઇ લડી રહ્યા છે. માટે તેને અટકાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news