OMG આલિયાએ કહ્યું હું અને રણબીર મરજીથી ઘર છોડીને ભાગ્યા છીએ

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટની વચ્ચેના ગાઢ સંબંધો હાલ ચર્ચામાં છે, તે બંન્ને મુદ્દે તેમના ફેન્સ પણ ઘણા ઉત્સાહિત છે

OMG આલિયાએ કહ્યું હું અને રણબીર મરજીથી ઘર છોડીને ભાગ્યા છીએ

નવી દિલ્હી : બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટની વચ્ચેના ગાઢ સંબંધો હાલ ચર્ચામાં છે, તે બંન્ને મુદ્દે તેમના ફેન્સ પણ ઘણા ઉત્સાહિત છે. જો કે ન તો રણબીરે કે ન તો આલિયાએ આ સંબંધો મુદ્દે કોઇ સ્પષ્ટતા કરી છે. જો કે બીજી તરફ હાલ તેમનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જે એક ફની સ્પૂફ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. કદાચ તમને યાદ હોય તો, હાલમાં જ એક બિહારી યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તે એક યુવક સાથે જોવા મળે છે.

(આલિયાનો સ્પ્રૂફ થયેલો વીડિયો)

આ વીડિયોમાં તે પોતાની ભાષામાં જણાવી રહી હતી કે તે પોતાનું ઘર છોડીને યુવક પાસે પોતાની મરજીથી આવી છે. આ વીડિયોને હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે એડિટ કરવામાં આવ્યો છે. જ્યાં આલિયાએ વીડિયોના અવાજને મ્યૂટ કરીને પ્રેમી જોડકાનાં અવાજને મીક્ષ કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. 

(અગાઉ વાઇરલ થયેલો વીડિયો)

આ વીડિયોમાં આલિયા ભટ્ટની સાથે ફિલ્મ મેકર કરણ જોહર અને રણબીર કપૂર પણ જોવા મળે છે. આ વીડિયોની શરૂઆતમાં કરણ આલિયાને પુછે છે કે, શું તને ક્યારે જલન થાય છે ?  ત્યાર બાદ આલિયા ભટ્ટ જે જવાબ આપે છે તેને એડિટ કરી દેવાયો છે. આ ફની વીડિયો તમારે ચોક્કસ જોવો રહ્યો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news