Bihar Election 2020: BJPના સ્ટાર પ્રચારકોની નવી યાદી જાહેર, PM મોદી પ્રથમ સ્થાને, રૂડી અને શાહનવાઝ સામેલ

નવી યાદીમાં સામેલ કરવામાં આવ્યા શાહનવાઝ તથા રૂડીના નામ નવી યાદીમાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીને 23મા તથા ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈનને 24મા સ્થાને રાખવામાં આવ્યા છે.

 Bihar Election 2020: BJPના સ્ટાર પ્રચારકોની નવી યાદી જાહેર, PM મોદી પ્રથમ સ્થાને, રૂડી અને શાહનવાઝ સામેલ

પટનાઃ  Bihar Assembly Election 2020: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા  (Second Phase of Bihar Election) માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના 30 સ્ટાર પ્રચારકોની નવી યાદી જારી કરી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે હાલમાં જારી પ્રથમ યાદીમાં સંશોધન કરતા નવી યાદીમાં ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain) તથા રાજીવ પ્રતાપ રૂડી (Rajeev Pratap Rudy)ના નામ જોડવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં બંન્નેના નામ ગાયબ હતા. નવી યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ નંબરે રાખવામાં આવ્યા છે. યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ સામેલ છે. 

નવી યાદીમાં સામેલ કરવામાં આવ્યા શાહનવાઝ તથા રૂડીના નામ
નવી યાદીમાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીને 23મા તથા ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈનને 24મા સ્થાને રાખવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં તેમના નામ ન રાખવાને કારણે ભાજપે જણાવ્યું હતું કે, સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણીના તબક્કા અને કાર્યક્રમ અનુસાર અપડેટ થતી રહી છે. ત્યારબાદ નવી યાદી આવી છે. 

ભાજપે જાહેર કરી બીજા સ્ટાર પ્રચારકોની યાદી
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપના 30 સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રથમ સ્થાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. બીજા સ્થાન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ત્રીજા સ્થાન પર કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ છે. ગૃહ મંત્રી અમિત શાહ ચોથા સ્થાન છે. પાંચમાં નંબર પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રાખવામાં આવ્યા છે. 

Names of Shahnawaz Hussain and Rajiv Pratap Rudy, which were not part of the first list, added in this. pic.twitter.com/oiufKqCRP7

— ANI (@ANI) October 17, 2020

યોગી આદિત્યનાથ, રઘુબર તથા ફડણવીસના નામ સામેલ
સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ છે. તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. ફડણવીસ બિહારના ચૂંટણી પ્રભારી છે. બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news