Bihar Election JP Nadda Rally: બિહારમાં વિપક્ષ પર નડ્ડાનો હુમલો, કહ્યું- અમે કર્યો છે પ્રદેશનો વિકાસ


જેપી નડ્ડાએ કહ્યુ કે, બિહાર ચૂંટણીમાં હવે વિકાસની વાત થાય છે. આ પ્રધાનમંત્રી મોદીની દેન છે. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારે પર્યાપ્ત રાશિ ઉપલબ્ધ કરાવી છે.
 

Bihar Election JP Nadda Rally: બિહારમાં વિપક્ષ પર નડ્ડાનો હુમલો, કહ્યું- અમે કર્યો છે પ્રદેશનો વિકાસ

ઔરંગાબાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે ઔરંગાબાદમાં ચૂંટણી રેલી સંબોધી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી નીતીશ કુમારને વિકાસ તો રાષ્ટ્રીય જનતા દળને વિનાશનો પર્યાય ગણાવ્યો હતો. કહ્યું કે, બિહારના વિકાસમાં નવા આયામો જોડવા માટે નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનની સરકાર જરૂરી છે. રાષ્ટ્રીય મુદ્દાની વાત કરતા તેમણે કહ્યું કે, એનડીએની સરકારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ કર્યો તો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. દેશ એક દેશમાં એક બંધારણ ચાલશે. મોદી છે તો મુમકિન છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. 

મોદીએ બદલી ચૂંટણીની સંસ્કૃતિ
જેપી નડ્ડાએ કહ્યુ કે, બિહાર ચૂંટણીમાં હવે વિકાસની વાત થાય છે. આ પ્રધાનમંત્રી મોદીની દેન છે. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારે પર્યાપ્ત રાશિ ઉપલબ્ધ કરાવી છે. મોદીએ જાતિવાદ અને ક્ષેત્રવાદના નામ પર મતદાનની પ્રાથમિકતાને બંધ કરી વિકાસ તથા કામના આધાર પર મત માગવાની નવી પરંપરા શરૂ કરી છે. મોદીએ ચૂંટણી સંસ્કૃતિને બદલી દીધી છે. 

— ANI (@ANI) October 26, 2020

અમે કર્યો દેશની સાથે બિહારનો વિકાસ
જેપી નડ્ડાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે બિહારને અપાતા 1.25 લાખ કરોડના પેકેજને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે જુમલો ગણાવ્યો હતો. જ્યારે કેન્દ્રની મોદી સરાકરે 10 હજાર કરોડ શિક્ષણ, છ હજાર કરોડ સ્વાસ્થ્ય, દરભંગા એમ્સ, 11 મેડિકલ કોલેજ, ત્રણ વર્ષમાં બિહારને આપ્યા છે. ઔરંગાબાદમાં મેડિકલ કોલેજ ખુલવાનો માર્ગ મોકળો બની ગયો છે. ભાજપના અધ્યક્ષે કહ્યુ કે, પીએમ મોદીએ દેશમાં 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડી છે. કેન્દ્ર સરકાર દેશની સાથે બિહારના વિકાસને લઈને પણ ગંભીર છે.

કોરોનાને રોકવા કેન્દ્ર તથા રાજ્ય ગંભીર
નડ્ડાએ કહ્યુ કે, કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર તથા રાજ્યની સરકાર ગંભીર છે. વર્તમાનમાં દરરોજ 15 લાખ ટેસ્ટ થઈ રહ્યાં છે. કોરોના કાળમાં ગરીબોને ફ્રી અનાજ આપવામાં આવ્યું, જનધન ખાતાનો લાભ ગરીબોને મળ્યો. કોરોના કાળમાં બધાને 1500 રૂપિયા આપવામાં આવ્યા. 

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ  

પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત
નડ્ડાએ સવાલ કર્યો હતો કે અમારી સરહદો પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત નથી? છેલ્લા છ વર્ષમાં અરૂણાચલ પ્રદેશથી ગલવાન ઘાટી સુધી 4700 લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી આપણા સૈનિકો સમય બગાડ્યા વિના જ્યારે પણ જરૂર હોય સરહદ સુધી પહોંચી શકે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news