વડોદરા: પરેશ ધાનાણીએ લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા, સભામાંથી ચાલતી પકડી

કરજણ વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાના સમર્થનમાં વિપક્ષ નેતાની સભા યોજી હતી. સેગવા અને ચોરંદા ગામમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચાલુ સભામાંથી લોકોએ ચાલતી પકડી હતી. પરેશ ધાનાણીનું ભાષણ લોકોને ન ગમતા લોકો કંટાળીને સભામાંથી બહાર નીકળી ગયા હતા. ખુરશીઓ ખાલી થતાં કોંગ્રેસ નેતા અવઢવમાં મુકાયા હતા.
વડોદરા: પરેશ ધાનાણીએ લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા, સભામાંથી ચાલતી પકડી

રવિ અગ્રવાલ/ વડોદરા: કરજણ વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાના સમર્થનમાં વિપક્ષ નેતાની સભા યોજી હતી. સેગવા અને ચોરંદા ગામમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચાલુ સભામાંથી લોકોએ ચાલતી પકડી હતી. પરેશ ધાનાણીનું ભાષણ લોકોને ન ગમતા લોકો કંટાળીને સભામાંથી બહાર નીકળી ગયા હતા. ખુરશીઓ ખાલી થતાં કોંગ્રેસ નેતા અવઢવમાં મુકાયા હતા.

કરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને સેવાગ ગામે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોડા પડતાં પરેશ ધાનાણીએ લોકોની માફી માંગી હતી. જો કે, સભા સંબધતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે કમોસમી માવઠાની જેમ પેટા ચૂંટણી મતદારો પર થોપી છે. ગાંધી અને સરદારના ગુજરાતને કલંક લગાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપે 25 વર્ષમાં એક પણ ડેમ બનાવ્યો નથી. જો એક ડેમ પણ બનાવ્યો હોવાની સાબિતી આપે તો ભાજપના પગ પકડી લઈશ. ભાજપની માંના સમ જો એક ડેમ પણ બનાવ્યો હોય તો. ભાજપના રાજમાં ગામડામાં શાળાઓ બંધ થઈ.

ગામડામાં દવાખાનામાં ડોકટર નથી. દેશમાં ગુજરાતમાં સૌથી વધુ બાળકો કુપોષણના શિકાર છે. દેશમાં ગુજરાતમાં સૌથી વધુ બેરોજગારીનો દર જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં સરકાર ફી માફીયાઓના પગ પકડે છે. કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકારે કોઈને એક માસ્ક પણ મફતમાં આપ્યું નથી. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાળા માર્યા હોત તો આજે દેશની 125 કરોડ જનતાને ઘરની જેલમાં પુરાવાનો વારો ન આવત.

વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચાલુ સભામાં લોકોએ ચાલતી પકડી હતી. ચાલુ ભાષણમાં જ લોકો ખુરશી છોડી ચાલતી પકડી હતી. પરેશ ધાનાણીનું ભાષણ લોકોને ના ગમ્યું. લાંબુ ભાષણ આપતા લોકો કંટાળ્યા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ પરેશ ધાનાણી સભામાં આવ્યા હતા. ખુરશીઓ ખાલી થતાં કોંગ્રેસ નેતા અવઢવમાં મુકાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news