બિહારમાં નીતીશ કુમારમાં નેતૃત્વમાં ચૂંટણી નહી લડે LJP, ચિરાગ પાસવાનનું પ્રથમ નિવેદન
બિહારના વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections 2020) પહેલાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં તિરાડ પડી ગઇ છે અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
પટના: બિહારના વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Elections 2020) પહેલાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં તિરાડ પડી ગઇ છે અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. એલજેપીએ રવિવારે દિલ્હીમાં ચિરાગ પાસવાના ઘરે સંસદીય દળની બેઠક બાદ આ નિર્ણય કર્યો છે. જોકે પાર્ટી ભાજપની સાથે ગઠબંધન તૈયાર છે.
બિહાર ચૂંટણીમાં એકલા ચૂંટણીના મેદાનમાં એકલા ઉતરવા બાદ એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જ્યારે ભાજપના ગઠબંધનને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમને જવાબ આપ્યો, 'મને આ પળનો આનંદ લો.' આ સાથે જ તેમણે કહ્યું 'હું વધુ નહી બોલું, પરંતુ અમે લડાઇ જીતીશું.'
'ભાજપ સાથે કોઇ મતભેદ નહી'
બેઠક બાદ એલજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ ખાલિકે કહ્યું, 'લોક જનશક્તિ પાર્ટી આગામી બિહાર ચૂંટણીમાં વૈચારિક મતભેદના કારણે જનતા દળ (યૂનાઇટેડ) સાથે લડીશું નહી. 'જોકે આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ સાથે પાર્ટીનો કોઇ મતભેદ નથી. અબ્દુલ ખાલિકે કહ્યું કે 'રાષ્ટ્રીય સ્તર પર અને લોકસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીનું ભાજપ સથે મજબૂત ગઠબંધન છે અને અમારા ઉમેદવારો કેટલીક સીટો પર જેડીયૂ વિરૂદ્ધ ચૂંટણી લડશે.' તેનાથી સ્પષ્ટ થઇ જશે કે એલજેપી, નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ વિરૂદ્ધ પોતાના ઉમેદવાર ઉતારશે, જોકે પાર્ટી પોતાના ઉમેદવારોને ભાજપ વિરૂદ્ધ ઉભા રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે