યોગી સરકારનો મોટો આદેશ, મહિલાઓ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નહી કરે કામ

જો કોઇ વિશેષ પરિસ્થિતિમાં જો મહિલા કર્મચારીને રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત  મહિલાઓને કંપની તરફથી નિશુલ્ક વાહન ઉપલબ્ધ કરાવવું પડશે.

યોગી સરકારનો મોટો આદેશ, મહિલાઓ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નહી કરે કામ

Big Decision of UP Government: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરિયાત મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યૂપીની યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જાહેર કરતાં કહ્યું કે સાંજે 7 વાગ્યા બાદ અને સવારે 6 વાગ્યા પહેલાં કોઇ પણ મહિલા કર્મચારી ઓફિસમાં નહી હોય. આ આદેશમાં યોગી સરકારે એ પણ કહ્યું કે વિશેષ પરિસ્થિતિમાં જો મહિલા કર્મચારીને રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત  મહિલાઓને કંપની તરફથી નિશુલ્ક વાહન ઉપલબ્ધ કરાવવું પડશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરે છે તે કંપનીઓને મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે. 

યોગી સરકારના આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોઇપણ મહિલાને નાઇટ શિફ્ટમાં કામ પર બોલાવવામાં આવે છે અને મોડી રાત સુધી ડ્યૂટી કરવી પડે છે. યૂપીની યોગી સરકાર મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આ વાત પણ ફેંસલો લીધો છે. સીએમ યોગી દ્રારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય સરકારી સંસ્થાઓથી લઇને પ્રાઇવેટ સંસ્થાઓ સુધી તમામ પર સમાન રૂપથી લાગૂ કરવામાં આવશે.  

યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખતાં પોતાના આદેશમાં કહ્યું, હવે કોઇપણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા અને સવારે 6 વાગ્યા પહેલાં ઓફિસમાં કામ કરવા માટે પહોંચશે નહી. જો કોઇ વિશેષ પરિસ્થિતિમાં જો મહિલા કર્મચારીને રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત  મહિલાઓને કંપની તરફથી નિશુલ્ક વાહન ઉપલબ્ધ કરાવવું પડશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરે છે તે કંપનીઓને મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે. જો કોઇ સંસ્થા મહિલા કર્મચારીને સાંજે 7 વાગ્યા પછી રોકે છે અથવા પછી 6 વાગ્યા પહેલાં બોલાવે છે અને મહિલા કર્મચારી તેના માટે ના પાડે છે તો સંસ્થા તેને નિકાળી શકશે નહી. 

ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ શ્રમ સુરેશ ચંદ્રાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે મહિલા કર્મચારીની લેખિત સહમતિ બાદ જ તેને સાંજે 7 વાગ્યા પછી અથવા સવારે 6 વાગ્યા પહેલાં ઓફિસ બોલાવવામાં આવશે. સરકારની આ ગાઇડલાઇન્સ બાદ પણ કામ કરવું છે કે નહી તે મહિલા કર્મચારી પર નિર્ભર કરે છે ના કે કંપનીની જરૂરિયાત પર. લેખિતમાં નાઇટ શિફ્ટની પરવાનગી આપનાર મહિલાઓ માટે કંપનીને બંને તરફ વાહન આપવા પડશે એટલે કે પિક એન્ડ ડ્રોપ બંને કંપનીને નિ:શુલ્ક આપવા પડશે. જો કોઇ મહિલા કર્મચારી નાઇટ શિફ્ટ કરવા ઇચ્છતી નથી અને તેને બળજબરીપૂર્વક બોલાવવામાં આવે છે તો કંપની વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news