AMUL હવે દેશના નાગરિકોના રસોડે ઓર્ગેનિક ભોજનની ચિંતા કરશે, શરૂ કરી તૈયારી

મોગર પાસે અમૂલ ચોકલેટ પ્લાન્ટ ખાતે આજે ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી દ્વારા અમૂલ ઓર્ગેનિક આટા લોંચ કરવાની જાહેરાત કરી હતી. અમૂલનાં ચેરમેન રામસિંહ પરમારનાં હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અને આગામી દિવસોમાં અમૂલ દ્વારા ઓર્ગેનિક તુવેરદાળ,ચણાદાળ અને બાસમતી ચોખા પણ લોંચ કરશે.
AMUL હવે દેશના નાગરિકોના રસોડે ઓર્ગેનિક ભોજનની ચિંતા કરશે, શરૂ કરી તૈયારી

આણંદ : મોગર પાસે અમૂલ ચોકલેટ પ્લાન્ટ ખાતે આજે ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી દ્વારા અમૂલ ઓર્ગેનિક આટા લોંચ કરવાની જાહેરાત કરી હતી. અમૂલનાં ચેરમેન રામસિંહ પરમારનાં હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અને આગામી દિવસોમાં અમૂલ દ્વારા ઓર્ગેનિક તુવેરદાળ,ચણાદાળ અને બાસમતી ચોખા પણ લોંચ કરશે.

અમૂલ ડેરી અને ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા ગ્રાહકોનાં સ્વાસ્થયની હંમેંશા ચિંતા કરી ગ્રાહકોને ગુણવત્તાસભર ઉત્પાદન કરે તે માટેનાં પ્રયાસો કરે છે,ત્યારે દેશનાં સૌથી મોટા ફુડ પ્રોડકશન ઓર્ગેનાઈઝેશન ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન હવે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ફુડ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે આજે અમૂલ દ્વારા ઓર્ગેનિકમાં સૌ પ્રથમ અમૂલ ઓર્ગેનિક ધંઉનાં લોટ અમૂલ ઓર્ગેનિક આટાની પ્રોડકટ લોંચ કરી હતી.

અમૂલ દ્વારા ટુંક સમયમાં હવે ગ્રાહકો માટે ઓર્ગેનિક તુવેરદાળ,ચણાદાળ અને બાસમતી ચોખા પણ લોંચ કરવામાં આવશે. અમૂલ દ્વારા વધતા જતા ગ્લોબલ વોર્મિગ અને ગ્રાહકોનાં સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેમજ પશુપાલન કરતા ખેડુતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહીત કરવા માટે ખેડુતો પાસેથી ઓર્ગેનિક અનાજ ખરીદીને બજારમાં અમૂલ બ્રાંડ હેઠળ લોંચ કરવામાં આવશે. અમૂલ દ્વારા અંત્યાધુનિક પ્લાન્ટમાં  દૈનિક 10 ટન જેટલો ઓર્ગેનિક ધંઉનાં લોટનું ઉત્પાદન કરી બજારમાં વેચાણ માટે મુકવામાં આવશે. 

અમૂલ દ્વારા આ માટે અમૂલ ઓર્ગનિક અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનું એક જુથ તૈયાર કરવામાં આવશે અને ઓર્ગેનિક સોર્સીંગમાં પણ અત્યારનાં અમૂલ દુધ મોડલનું અનુકરણ કરવામાં આવશે. જેથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતોની આવકમાં વધારો થાય અને ઓર્ગેનિક પ્રાકૃતિક ફુડ ઉદ્યોગનો વિકાસ થાય તેમજ અમૂલ દ્વારા દેશભરમાં જુદા જુદા સ્થળો પર ઓર્ગેનિક ટેસ્ટીંગ લેબોરેટરી વિકસાવવામાં આવશે. જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. જેથી ટેસ્ટીંગનો ખર્ચ ધટાડી શકાય, પ્રાથમિક તબક્કે આણંદની અમૂલ ડેરી ખાતે તેમજ અમદાવાદ ખાતે અમૂલ દ્વારા પ્રથમ ઓર્ગેનિક ટેસ્ટીંગ લેબ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

અમૂલ દ્વારા અમૂલ ઓર્ગેનિક આટા એક કિલો અને પાંચ કિલોનાં પેકમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં એક કિલોનાં ભાવ 60 રૂપિયા અને પાંચ કિલોનો ભાવ 290 રૂપિયા રહેશે, તેમજ જુનનાં પ્રથમ સપ્તાહથી અમૂલ પાર્લરો અને રીટેલ સ્ટોર પર અમૂલ ઓર્ગેનિક આટા ઉપબલ્ધ થશે. તેમજ ઓનલાઈન ઓર્ડર આપવા પર ગ્રાહકોને સમગ્ર ગુજરાત,દિલ્હી અને એનસીઆર મુંબઈ અને પૂણેમાં હોમ ડીલીવરી પણ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news