2010 બાદ ઈશ્યુ કરાયેલા 5 લાખ જેટલા OBC સર્ટિફિકેટ હવે રદ, નવી યાદી બનાવવાનો આદેશ, હાઈકોર્ટનો મોટો ચુકાદો

કોર્ટે 2010 બાદ ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરી નાખ્યા છે. આ સાથે જ નવી યાદી બનાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થશે.

2010 બાદ ઈશ્યુ કરાયેલા 5 લાખ જેટલા OBC સર્ટિફિકેટ હવે રદ, નવી યાદી બનાવવાનો આદેશ, હાઈકોર્ટનો મોટો ચુકાદો

લોકસભા ચૂંટણી વચ્ચે ઓબીસી સર્ટિફિકેટ પર મોટા સમાચાર આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે 2010 બાદ ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરી નાખ્યા છે. આ સાથે જ નવી યાદી બનાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થશે. પરંતુ રાહતની વાત એ છે કે 2010 પહેલા બનેલા ઓબીસી સર્ટિફિકેટના આધાર પર મળેલી નોકરી કે જારી ભરતી પ્રક્રિયા પર કોર્ટના આ ચુકાદાની અસર થશે નહીં. 

5 લાખ ઓબીસી સર્ટિફિકેટ થશે રદ
કલકત્તા હાઈકોર્ટે 2010 બાદ રાજ્ય દ્વારા ઈશ્યુ કરાયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કર્યા છે. જેના કારણે લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થવાના છે. આદેશ મુજબ 2010 પહેલાના ઓબીસી સર્ટિફિકેટ કાયદેસર યોગ્ય છે. 2010 બાદ એટલે કે 2011થી 2024 સુધી રાજ્ય દ્વારા ઈશ્યુ કરાયેલા તમામ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. 

માપદંડો અવગણવામાં આવ્યા
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તપોબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ રાજશેખર મંથાએ બુધવારે આ ચુકાદો આપ્યો. કોર્ટે ચુકાદામાં દાવો કરતા કહ્યું કે 2010 બાદ ઓબીસી સર્ટિફિકેટ કાયદેસર માપદંડો મુજબ ઈશ્યુ કરાયા ન હતા. આથી સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ અપાયો છે. 

નવી યાદી તૈયાર થશે
કોર્ટે કહ્યું કે  West Bengal Commission for Backward Classes Act, 1993 મુજબ ઓબીસીની એક નવી યાદી તૈયાર કરવાની રહેશે. અંતિમ મંજૂરી માટે વિધાનસભામાં રજૂ કરવી જરૂરી છે. જો કે હાઈકોર્ટે કહ્યું કે જે સમૂહોને 2010 પહેલા ઓબીસી શ્રેણી જાહેર કરાયા હતા તે કાયદેસર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news