અમદાવાદમાં IPL મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ
IPL 2024 : શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી, લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ વચ્ચે મોટા અપડેટ સામે આવ્યા છે. આઈપીએલની મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. શાહરૂખ ખાનને અમદાવાદની ગરમીમાં લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થયું હતું. જેથી બપોરે એક વાગ્યે અચાનક કિંગ ખાનને KD હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ હતી. ત્યારે પોતાની ટીમના સપોર્ટમાં મંગળવારે અમદાવાદ આવેલા બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનને હીટવેવને કારણે લૂ લાગી જતા KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત બાદ આજે બપોરે, એમ બે વાર તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનની હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે તબિયત લથડતાં શાહરૂખ ખાનને હોસ્પિટલ લઈ જવાયો હતો. શાહરૂખ ખાનને ડિહાઈડ્રેશન અને ખાંસીની ફરિયાદ હતી. હોસ્પિટલમાં ચેકઅપ બાદ શાહરુખ ખાનને પરત હોટેલ લવાયો હતો. જોકે, બાદમાં ફરી 3 વાગ્યે તબિયત બગડતાં ફરી હોસ્પિટલ લઈ જવાયો હતો. ડૉક્ટરો દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. આજે બપોરે 1 વાગ્યાની આસપાસ તેને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે. જોકે, સારવાર બાદ શાહરૂખને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. ડોક્ટર્સે શાહરૂખને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપી છે.
જુહી ચાવલા ખબર કાઢવા પહોંચી
શાહરૂખ ખાન અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે 2 વાગ્યે એડમિટ કરાયા હતા. જેથી હોસ્પિટલ પર બોપલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હતી. ત્યારે પોતાની ટીમના સપોર્ટમાં મંગળવારે અમદાવાદ આવ્યાં હતા બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહરુખ ખાનની તબિયત પૂછવા જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી હતી. હાલ વૈષ્ણવદેવી સર્કલ ખાતે ટ્રાફિક જામ થયું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ માં આજે આઇપીએલની બીજી એલીમીનેટર મેચ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની બીજી એલિમિનેટર મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર બેંગલોર મહા મુકાબલો યોજાશે. આજની મેચની વિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદ્રાબાદ સામે મુકાબલો થશે. આરસીબીએ સતત છ મેચ જીતી પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો છે. રાજસ્થાન રોયલે છેલ્લી પાંચ પૈકી ચાર મેચમાં હારનો સામનો કર્યો છે. આઇપીએલમાં અત્યાર સુધી બંને ટીમ બે વાર પ્લેઓફમાં સામ સામે ટકરાઈ છે. બંને ટીમનો એક એક વાર વિજય થયો છે. આરસીબીએ ૧૪ વાર પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો છે. ૧૪ પૈકી ૯ વાર હારઅને એક વાર જીત મળી છે.રાજસ્થાન રોયલ ૯ વાર પ્લેઓફમાં પ્રવેશી ચાર વાર જીતી અને પાંચ વાર હારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે