MS Dhoniને મળશે ફેરવેલ મેચ? બીસીસીઆઈ અધિકારીએ આપ્યું મોટું નિવેદન
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ફેરવેલ મેચ માટે મનાવવાનો પ્રયાસ કરશે બીસીસીઆઈ. આ સંબંધમાં એક અધિકારીએ નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) માટે ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, બોર્ડ આગામી આઈપીએલ દરમિયાન આ મામલામાં ધોની સાથે વાત કરશે અને પછી તે અનુસાર આગળનો કાર્યક્રમ નક્કી કરશે.
અધિકારીએ કહ્યું, 'હાલ કોઈ આંતરરાષ્ટ્રીય સિરીઝ નથી. બની શકે કે આઈપીએલ બાદ અમે જોઈશું કે શું કરી શકાય છે કારણ કે ધોનીએ દેશ માટે ઘણું કર્યું છે અને તે સન્માનનો હકદાર છે. અમે હંમેશા તેના માટે એક ફેરવેલ મેચ ઈચ્છતા હતા, પરંતુ ધોની એક અલગ ખેલાડી છે. તેણે જ્યારે પોતાના સંન્યાસની જાહેરાત કરી તો કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહોતું.'
આઈપીએલ દરમિયાન કરીશું વાત
તે પૂછવા પર કે શું ધોનીએ અત્યાર સુધી આ વિશે કંઈ કહ્યું છે, અધિકારીએ કહ્યું નહીં. પરંતુ ચોક્કસ પણે અમે આઈપીએલ દરમિયાન તેની સાથે વાત કરીશું અને મેચ કે સિરીઝ વિશે તેનો અભિપ્રાય લેવા માટે આ યોગ્ય જગ્યા હશે. તેના માટે એક સારો સન્માન સમારોહ હશે ભલે તે સહમય હોય કે નહીં. તેને સન્માનિત કરવો અમારા માટે સન્માનની વાત હશે.
જાણો હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના પુત્રનું નામ શું રાખ્યું? જુઓ તસવીરો
મદન લાલે કર્યુ હતુ સમર્થન
પૂર્વ ક્રિકેટર મદન લાલે પણ ધોની માટે એક ફેરવેલ મેચનું આયોજન કરવાનું સમર્થન કર્યું છે. મદન લાલે કહ્યુ, 'મને ખરેખર ખુશી થશે જો બીસીસીઆઈ ધોની માટે મેચનું આયોજન કરે છે. તે એક મહાન ખેલાડી છે અને તમે તેને આ રીતે ન જવા દઈ શકો. તેના પ્રશંસકો ફરી તેને એક્શનમાં જોવા ઈચ્છશે.'
સિરીઝની યજમાની કરી શકે છે બોર્ડ
તેમણે કહ્યું, આઈપીએલનું આયોજન યૂએઈમાં થઈ રહ્યું છે અને દરેક તેને રમતો જોવા પોતાની સ્ક્રીન સામે ચોંટી જશે. પરંતુ બોર્ડ, ભારતમાં એક સિરીઝની યજમાની કરી શકે છે, જેથી લોકો તેને સ્ટેડિયમમાં લાઇવ (સ્પષ્ટ છે કે આ મહામારી પૂરી થયા બાદ) જોઈ શકે. 39 વર્ષીય ધોનીએ 2004મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીની આગેવાનીમાં ભારતે 2007મા પ્રથમ ટી20 વિશ્વકપ જીત્યો હતો. ત્યારબાદ 2011મા 50 ઓવર વિશ્વકપ અને 2013મા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતે સાથે 2010 અને 2016નો એશિયા કપ પણ ધોનીની આગેવાનીમાં જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે