મોટી ખુશખબર! 2023માં ના થયું એ કામ 2024ની સવારે જ થઈ ગયું, માથા પરથી ઉતરી ગયો મોટો ભાર

વર્ષના પહેલાં જ દિવસ મળ્યા એવા સમાચાર કે તમારું મન ખુશ થઈ જશે. સામાન્ય રીતે મોંઘવારીમાં લોકો ખર્ચ વધુ થઈ રહ્યો હોય છે તેની વાત કરતા હોય છે. ત્યારે પહેલાં જ દિવસે મળ્યાં છે તમને અને તમારા ખિસ્સાને રાહત આપનારા સમાચાર...

મોટી ખુશખબર! 2023માં ના થયું એ કામ 2024ની સવારે જ થઈ ગયું, માથા પરથી ઉતરી ગયો મોટો ભાર

LPG Price Today: વર્ષ 2023એ વિદાય લઈ લીધી છે અને આપણાં જીવનમાં વર્ષ 2024ની એન્ટ્રી થઈ ગઈ છે. બલ્કે એમ કહીએ કે આપણે વર્ષ 2024માં એન્ટ્રી લઈ લીધી છે તો એ પણ એક જ વાત છે. પણ અહીં વારંવાર વર્ષના આંકડાની વાત એટલે કરવામાં આવી છેકે, કારણકે, આખા 2023ના વર્ષમાં લોકોએ ઘણી આશા રાખી પણ એ કામ ના થયું તો ના જ થયું. અને એજ કામ નવા વર્ષે એટલેકે, વર્ષ 2024ની સવારની પહેલી કિરણ સાથે જ થઈ ગયું. એ સાથે જ કરોડો દેશવાસીઓને મળી મોટી ખુશખબર...જાણો વિગતવાર...

નવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે, સાથે જ વિમાન કંપનીઓ દ્વારા પ્લેનનું ભાડું પણ ઘટવામાં આવ્યું છે. જેના કારણે તમારા ખિસ્સા પર ભારણ હતું તે હવે ઘટી ગયું છે. નવું વર્ષ શરૂ થતાં જ એક સારા સમાચાર મળ્યા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી જ લાગુ થશે.

તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આંશિક ઘટાડો કર્યો છે. નવા વર્ષના પહેલા દિવસે કંપનીઓએ પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથી એટલે કે નવા વર્ષ 2024ના પ્રથમ દિવસથી લાગુ થશે. જો કે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય માણસને આનો કોઈ સીધો લાભ નહીં મળે. ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડર જૂના દરે જ મળશે.

હવાઈ ​​મુસાફરી સસ્તી થશે!
હા, OMC એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ એવિએશન ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં આશરે રૂ. 4162.50 પ્રતિ કિલો લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. સળંગ ત્રીજા ઘટાડા સાથે હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા છે. નવા દર આજથી અમલમાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news