AAP નેતાઓના 12 ઠેકાણાઓ પર ED ની રેડ, આતિશીએ કહ્યું- કૌભાંડમાં તપાસ નહીં પરંતુ તપાસમાં જ કૌભાંડ

ED Raid on AAP Leaders: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ પહેલા જ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના 12 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. આપ નેતા આતિશીએ કહ્યું કે ઈડી વિશે બહુ મોટો ખુલાસો થવાનો હતો, જેના કારણે આજ સવાર 7 વાગ્યાથી જ આપ નેતાઓના ઘરે ઈડીની રેડ શરૂ થઈ ગઈ.

AAP નેતાઓના 12 ઠેકાણાઓ પર ED ની રેડ, આતિશીએ કહ્યું- કૌભાંડમાં તપાસ નહીં પરંતુ તપાસમાં જ કૌભાંડ

ED Raid on AAP Leaders: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ પહેલા જ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના 12 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ઈડીએ રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે રેડ પાડી છે.આ ઉપરાંત ઈડીની ટીમે આપ નેતાઓ સંલગ્ન અધિકારીઓના ઠેકાણાઓ ઉપર પણ રેડ મારી છે. સૂત્રોએ જણાવ્યું કે ઈડીની રેડ મની લોન્ડરિંગ મામલે ચાલી રહી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે મની લોન્ડરિંગનો આ કયો કેસ છે. 

આમ આદમી પાર્ટીને ડરાવવા માટે રેડ- આતિશી
આપ નેતા આતિશીએ કહ્યું કે ઈડી વિશે બહુ મોટો ખુલાસો થવાનો હતો, જેના કારણે આજ સવાર 7 વાગ્યાથી જ આપ નેતાઓના ઘરે ઈડીની રેડ શરૂ થઈ ગઈ. સીએમના પીએના ઘરે રેડ થઈ રહી છે. આપના અનેક નેતાઓના ઘરે રેડ થવાની છે. ભાજપ એજન્સીઓના માધ્યમથી ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી રહ્યો છે. AAP તમારી ધમકીઓથી ડરશે નહીં. 

— ANI_HindiNews (@AHindinews) February 6, 2024

એક રૂપિયાની રિકવરી કરી શકી નથી ઈડી- આતિશી
આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે છેલ્લા 2 વર્ષથી નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે. બે વર્ષની તપાસમાં હજુ સુધી ઈડીને કશું મળ્યું નથી. ઈડી એક રૂપિયાની રિકવરી કરી શકી નથી. કોર્ટે વારંવાર પૂછ્યું છે કે પુરાવા સામે મૂકો, અનેક સાક્ષીઓને તાજના સાક્ષી બનાવીને રજૂ કરાયા. આ તમામ સ્ટેટમેન્ટ નકલી છે. અનેક સાક્ષીઓને ડરાવી ધમકાવીને સ્ટેટમેન્ટ અપાવ્યા. એકને કહ્યું કે તારી પુત્રી શાળાએ કેવી રીતે જશે. એકને કહ્યું કે તમારી પત્નીની ધરપકડ થશે. એક વિટનેસે કહ્યું કે દબાણમાં આવીને સ્ટેટમેન્ટ લેવડાવ્યું. એક વિટનેસને જોરદાર લાફો મારવામાં આવ્યો કે આપ વિરુદ્ધ લખ સ્ટેટમેન્ટ. તેમણે કહ્યું કે આજે હું જે ખુલાસો કરવા જઈ રહી છું તે જણાવી દેશે કે ઈડીના તમામ સ્ટેટમેન્ટ નકલી છે. 

ઈડીએ સ્ટેટમેન્ટનો ઓડિયો ડિલીટ કર્યો- આતિશી
આતિશીએ કહ્યું કે વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે કોઈ પણ એજન્સી ડરાવી ધમકાવી શકે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓના સ્ટેટમેન્ટ સીસીટીવી સામે નોંધાવવા જોઈએ. આ જજમેન્ટ ઈડી ઉપર પણ લાગૂ થાય છે. આતિશીએ વધુમાં કહ્યું કે, ઈડી દ્વારા જ્યારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી, ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં એક સીસીટીવી કેમેરો લાગેલો હતો. ઈડીએ સીસીટીવીનો ઓડિયો ડિલીટ કરી દીધો. તે રૂમમાં શું વાત થઈ, તેનો બધો ઓડિયો ડિલીટ કરવામાં આવ્યો. ઈડી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી તપાસનો ઓડિયો ડિલીટ કરી દેવાયો છે. ઈડીના તમામ સ્ટેટમેન્ટ નકલી છે. 

કૌભાંડમાં તપાસ નહીં પરંતુ તપાસમાં કૌભાંડ- આતિશી
પ્રેસ કોન્ફરન્સ દરમિાયન આતિશીએ કહ્યું કે દેશ સામે એ વાત આવી ગઈ છે કે અહીં ઈડીની તપાસ નથી થઈ રહી પરંતુ ઈડીની તપાસમાં જ કૌભાંડ છે. ઓડિયો ડિલીટ કરીને ઈડી કોને બચાવવા માંગે છે. ઈડી કોર્ટ સામે તમામ તપાસના ઓડિયો રજૂ કરે. જો ઓડિયો અને વીડિયો ઈડી દેશ અને કોર્ટ સામે રજૂ કરી ન શકે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમે ઈડી પાસે તમામ ઓડિયો અને વીડિયોનું રેકોર્ડિંગ માંગ્યુ છે. તેને લઈને અમે કોર્ટમાં અરજી દાખલ કરી છે. 

— ANI (@ANI) February 6, 2024

વિપક્ષે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે આપ નેતાઓના ઠેકાણે ઈડીની રેડ અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યું કે આ પણ લોકશાહીની હત્યા છે. જો દેશમાં સરકાર વિરુદ્ધ કોઈ વાત કરે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા ફક્ત ચંડીગઢમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ. મહારાષ્ટ્રમાં થઈ, ઝારખંડમાં થઈ. સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યાની વાત કરે છે, પરંતુ લોકશાહીને બચાવવા માટે નહીં. શું કરી રહી છે તે જનતા તરફથી સવાલ છે. જ્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે ઈડીથી ન તો કોંગ્રેસ ડરશે નહીં. અમે ડટીને મુકાબલો કરીશું. હમે જનતા પાસે લઈ જઈશું અને જનતા તેનો જવાબ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news