Coronavirus News: ભોપાલ ગેસ કાંડમાં બચેલા લોકો માટે કાળ બન્યો કોરોના, 10 મૃત્યુ
ભોપાલમાં કોરોનાથી મૃત્યુની ગતિ ધીમી છે, પરંતુ જે લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા, તમામનો રિપોર્ટ મોત બાદ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
ભોપાલઃ 1984ના ભોપાલ ગેસ કાંડમાં બચેલા લોકો માટે કોરોના મહામારી કાળ બની ગઈ છે. વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં બચેલા લોકો, હવે કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં અત્યાર સુધી કોરોનાથી 10 લોકોના મૃત્યુ થયા છે, આ તમામ લોકો ભોપાલ ગેસ કાંડના પીડિત હતા.
ભોપાલમાં કોરોનાથી મૃત્યુની ગતિ ધીમી છે, પરંતુ જે લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા, તમામનો રિપોર્ટ મોત બાદ પોઝિટિવ આવ્યો છે. 70 વર્ષીય રઝ્ઝાક કુરૈશી ભોપાલના પુતલીઘરમાં રહેતા હતા. રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ હમિદિયામાં 22 એપ્રિલે તેમનું મોત થઈ ગયું હતું. શુક્રવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. રઝ્ઝાક કુરૈશીના પુત્રએ કર્યું કે, તેઓ બ્લડ પ્રેશર અને ડાયાબિટિઝના દર્દી હતા.
હકીકતમાં, 1984ના ગેસ પીડિતોનું શરીર કોવિડ-19 સામે લડવા સક્ષમ નથી. આ દુર્ઘટનામાં તેના ફેફસા અને અન્ય અંગ ક્ષતિગ્રસ્ત થયા હતા. સાથે તેમની ઇન્યૂનિટી નબળી છે. તેવામાં આ લોકો કોરોનાની ઝપેટમાં વધુ આવી રહ્યાં છે. મોટા ભાગના ગેસ પીડિત હોટસ્પોટ વિસ્તારમાં રહે છે.
24 કલાકમાં માત્ર 6% વધ્યા દર્દીઓ, દેશમાં 100 કેસ આવ્યા બાદ સૌથી ધીમી ગતિ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે હાલમાં ભોપાલ ગેસ પીડિતો માટે બનેલી હોસ્પિટલ બીએમએચઆરસીને આદેશ આપ્યો હતો કે અહીં સારવાર માટે આવતા દરેક દર્દીના વાયરસનો ટેસ્ટ થાય, જેથી સમયસર સારવાર આપી શકાય. જ્યારે કોર્ટે આદેશ આપ્યો, તે સમય સુધી કોરોનાથી 7 ગેસ પીડિતોના મોત થઈ ચુક્યા હતા. સાથે સારવાર વગર તે સામે આવી રહ્યું હતું કે, તેને કોરોના સંક્રમણ હતું. તેથી કોર્ટે સાવધાનીના ભાગ રૂપે તેની સારવાર ઝડપથી કરવાનું કહ્યું હતું.
શું છે ભોપાલ ગેસ કાંડ
ભોપાલ ગેસ કાંડ વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિત દુર્ઘટના છે. ભોપાલ સ્થિત યૂનિયન કર્બાઇટ નામની કંપનીના કારખાનાથી 3 ડિસેમ્બર 1984ના એક ઝેરી ગેસ લીક થયો હતો, જેમાં 15000 લોકોના મોત થઈ ગયા હતા. પરંતુ સરકારી ફાઇલોમાં માત્ર 3787 લોકોના મોતનો ઉલ્લેખ છે. હજારો લોકો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે