સામેથી મોત માંગશે ગુનેગાર! ભારતમાં હવે જાતીય બાબતોમાં સૌથી ખતરનાક છે આ 7 નવા કાયદા

ભારતમાં હવે IPC ને બદલે BNS! અનેક સંશોધનો બાદ કાયદામાં કરવામાં આવ્યાં મહત્ત્વના ફેરફાર. ગુનેગારોને હવે નહીં મળે કોઈપણ તરફથી છટકવાનો મોકો. મહિલાઓ પર અત્યાચાર અને જાતીય બાબતોના કાયદા સૌથી ખતરનાક બનાવવામાં આવ્યાં છે. જાણીને જ થઈ જશે ગભરામણ... 

સામેથી મોત માંગશે ગુનેગાર! ભારતમાં હવે જાતીય બાબતોમાં સૌથી ખતરનાક છે આ 7 નવા કાયદા

ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે ઘણો બધો બદલાવ આવ્યો છે. ત્યારે ભારતના કાયદાઓમાં પણ મોદી સરકાર દ્વારા બદલાવ કરવામાં આવ્યો છે. વર્ષોથી ચાલ્યા કાયદાઓમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે કાયદાની પકડ ગુનેગારો પર વધુ મજબૂત બની ગઈ છે. હવે કોઈપણ ગુનેગાર કોઈ છટકબારીથી છટકી નહીં શકે. ઘણાં બધા સંશોધનો કરાયા બાદ ભારત સરકારે નવો કાયદો અમલી કર્યો છે. ઈન્ડિયન પિનલ કોડ જે વર્ષોથી ચાલ્યો આવતો હતો, તેનું નામ બદલીને હવે ભારત સરકારે ભારતીય ન્યાય સંહિતા એટલેકે, BNS કરી દીધું છે. જેની અંદર અનેક કાયદાઓમાં સમયને અનુરૂપ અને નિષ્ણાતોના અવલોકન બાદ સત્તાવાર રીતે ફેરફાર કરવામાં આવ્યાં છે. કયું કૃત્ય અપરાધ છે અને તેના માટે શું સજા થશે તે ભારતીય દંડ સંહિતા, 1960 એટલે કે IPC દ્વારા નક્કી થાય છે. IPCની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 એટલે કે BNS લેશે. 25 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી ભારતીય ન્યાયિક સંહિતા અમલમાં આવી. જો કે તેના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

BNSમાં IPCની સરખામણીએ શું ફેરફાર કરાયા?
21 નવા ગુના ઉમેરાયા
41 ગુનામાં સજા વધી
82 ગુનામાં દંડ વધ્યો
25 ગુનાઓમાં લઘુત્તમ સજા નક્કી
19 કલમો નાબૂદ કરવામાં આવી.

1) પરિણીત સ્ત્રીને ફસાવવી એ ગુનો-
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 84 હેઠળ, જો કોઈ વ્યક્તિ કોઈ પરિણીત મહિલાને લલચાવીને, ધમકી આપીને અથવા ઉશ્કેરીને ગેરકાયદેસર સંબંધો રાખે છે, તો તે સજાપાત્ર ગુનો છે. 2 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.

જૂનો નિયમ-
IPCની કલમ 497માં લગ્નેતર સંબંધો સંબંધિત જોગવાઈઓ હતી. જોસેફ શાઇન Vs યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે લગ્નેતર સંબંધોના નિયમોને હટાવી દીધા હતા. નવા કાયદામાં તેને સ્થાન મળ્યું નથી.

2) બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુનો નહીં-
બે પુખ્ત પુરૂષો વચ્ચેના અકુદરતી સેક્સને હવે ગુનો ગણવામાં આવશે નહીં. ભલે તે સંમતિથી હોય કે બળપૂર્વક. ભારતીય ન્યાયિક સંહિતામાં તેને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું છે.

જૂનો નિયમ-
IPCની કલમ 377 પુરૂષો વચ્ચે અકુદરતી સેક્સને અપરાધ ગણાવે છે. નવતેજ સિંહ જોડર Vs યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સંમતિથી અકુદરતી સેક્સને મંજૂરી આપી હતી, પરંતુ બળજબરીથી સેક્સને અપરાધ ગણાવ્યો હતો

3) ખોટા વચન આપી શારીરિક સંબંધ બાંધવા એ ગુનો-
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 69 મુજબ, લગ્નનું ખોટું વચન આપીને અથવા છેતરીને કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો (ભલે તે બળાત્કાર ન હોય તો પણ) ગુનો છે. આ માટે 10 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. છેતરપિંડી એટલે પોતાની ઓળખ છુપાવીને નોકરી કે પ્રમોશનનું ખોટું વચન આપી લગ્ન કરે તે ગુનો છે.

જૂનો નિયમ-
IPCમાં આવા મામલાઓ માટે કોઈ સ્પષ્ટ કાયદો નહતો. કોર્ટ IPCની કલમ 375 અને કલમ 90ની મદદથી મિસકન્સેપ્શન ઓફ ફેક્ટ હેઠળ ચૂકાદો આપતી હતી, જેમાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કેસ ઝડપથી વધી રહ્યા છે. લિવ-ઈન રિલેશનશિપ પર આની મોટી અસર પડશે

4) મેરિટલ રેપ ગુનો નથી, પરંતુ-
ભારતીય ન્યાયિક સંહિતા 2023ની કલમ 63માં બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. આ જ કલમનો અપવાદ (2) જણાવે છે કે જો કોઈ પુરુષ તેની પત્ની સાથે બળજબરીથી સંબંધ બાંધે છે તો તેને બળાત્કાર ગણવામાં આવશે નહીં. શરત એટલી છે કે પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય.

જૂનો નિયમ-
IPCની કલમ 375માં જોગવાઈ હતી કે જો પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો બળજબરીથી શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે નહીં.
મુસ્લિમ પર્સનલ લોમાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં પણ લગ્નની છૂટ છે. તેથી નવી જોગવાઈની પ્રમુખ અસર મુસ્લિમો પર પડશે.

5) જાતીય અપરાધોના રિપોર્ટિંગમાં પણ સાવધાની-
ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 73 મુજબ, કોર્ટની પરવાનગી વિના જાતીય અપરાધો સાથે સંબંધિત કોર્ટની કાર્યવાડીને સાર્વજનિક કરવી ગુનો છે. જો કે, ચૂકાદો પ્રકાશિત કરવાને ગુનો ગણવામાં આવશે નહીં.

જાતીય અપરાધોમાં કેસ કેવી રીતે દાખલ થશે?
બળાત્કાર-
અલગ રહેલી પત્ની સાથે પતિ દ્વારા જાતિય સંબંધો બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરની વ્યક્તિ દ્વારા યૌન સંબંધ છેતરપિંડી કરીને સંબંધ બાંધ

6) સગીર સાથે ગેંગરેપ માટે ફાંસી-
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 70(1) હેઠળ, મહિલા પર સામૂહિક બળાત્કારના ગુનામાં સામેલ દરેક વ્યક્તિને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થશે, જે આજીવન કેદ સુધી લંબાવી શકે છે. દંડ પણ વસૂલવામાં આવશે અને આ રકમ પીડિત મહિલાને આપવામાં આવશે.

કલમ 70(2) મુજબ, જો પીડિતની ઉંમર 18 વર્ષથી ઓછી છે એટલે કે સગીર, તો ગેંગ રેપમાં સામેલ દરેક વ્યક્તિને મોત સુધીની સજા થઈ શકે છે.

જૂનો નિયમ-
IPC હેઠળ, 12 વર્ષ સુધીની સગીરા માટે ફાંસી અને 12 વર્ષથી મોટી ઉંમરની કિશોરી સાથે ગેંગરેપના કિસ્સામાં આજીવન સજા પણ થઈ શકે છે.

7) જેન્ડરની વ્યાખ્યામાં ટ્રાન્સજેન્ડરનો સમાવેશ-
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 10માં લિંગ અથવા જેન્ડર શબ્દની વ્યાખ્યા બનાવવામાં આવી છે. આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે 'તે' શબ્દનો અર્થ ત્રણેયને લાગુ પડશે- મહિલા, પુરૂષ અને ટ્રાન્સજેન્ડર.

આમાં એ પણ જણાવે છે કે ટ્રાન્સજેન્ડરનો એ જ અર્થ હશે જે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઈટ્સ) ઍક્ટ, 2019ની સેક્શન 2માં લખાયેલ છે.
જેમની વર્તમાન લિંગ ઓળખ જન્મ સમયે લિંગ ઓળખ સાથે મેળ ખાતી નથી તે તમામને ટ્રાન્સજેન્ડર ગણવામાં આવશે. આમાં ટ્રાન્સમેન અને ટ્રાન્સવુમનનો પણ સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news