મંદિર તોડનારા ઔરંગઝેબને ગણાવી દીધા 'સેક્યુલર', આ રીતે પોલ ખૂલી

સોશિયલ મીડિયા પર હાલ ઔરંગઝેબ અને NCERT ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેના પર ખુબ ચર્ચા થઈ રહી છે. તમને ખબર છે કારણ? કારણ કે NCERT માં ઔરંગઝેબ પ્રેમી ગેંગનો ખુલાસો એક RTIમાં થયો છે. NCERTના 'ડિઝાઈનર ઈતિહાસકારો'એ કક્ષા 12મીના ઈતિહાસના પુસ્તકમાં સાંપ્રદાયિકતાના સુલતાન ઔરંગઝેબને સેક્યુલર ગણાવ્યો છે. NCERT ના 12માં ધોરણના પુસ્તકમાં ઈતિહાસ સાથે મજાક કરતા કહેવાયું છે કે ઔરંગઝેબે મંદિર બનાવડાવ્યા. 
મંદિર તોડનારા ઔરંગઝેબને ગણાવી દીધા 'સેક્યુલર', આ રીતે પોલ ખૂલી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ ઔરંગઝેબ અને NCERT ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેના પર ખુબ ચર્ચા થઈ રહી છે. તમને ખબર છે કારણ? કારણ કે NCERT માં ઔરંગઝેબ પ્રેમી ગેંગનો ખુલાસો એક RTIમાં થયો છે. NCERTના 'ડિઝાઈનર ઈતિહાસકારો'એ કક્ષા 12મીના ઈતિહાસના પુસ્તકમાં સાંપ્રદાયિકતાના સુલતાન ઔરંગઝેબને સેક્યુલર ગણાવ્યો છે. NCERT ના 12માં ધોરણના પુસ્તકમાં ઈતિહાસ સાથે મજાક કરતા કહેવાયું છે કે ઔરંગઝેબે મંદિર બનાવડાવ્યા. 

NCERT માં ભણાવાઈ રહ્યો છે 'પાયાવિહોણો' ઈતિહાસ
NCERT ના પુસ્તકમાં ઔરંગઝેબ અને શાહજહાં જેવા મુઘલ શાસકોના ગુણગાન કરવામાં આવ્યા છે અને ભણાવાઈ રહ્યું છે કે ઔરંગઝેબ અને શાહજહાંએ મંદિરો બનાવડાવ્યા. 12મા ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટી-2ના પેજ 234 પર લખવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન મંદિરોને તોડી પાડ્યા હતા અને બાદમાં શાહજહાં અને ઔરંગઝેબે આ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી હતી. 

NCERT ના પુસ્તકમાં એ પણ સ્પષ્ટ નથી લખવામાં આવ્યું કે ભારતના મંદિર ઔરંગઝેબના આદેશ પર તોડવામાં આવ્યા. પરંતુ એ જરૂર લખાયું છે કે ઔરંગઝેબ અને શાહજહાંએ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી. આઝાદ ભારતના ઈતિહાસના આ જૂઠ્ઠાણાનો ખુલાસો એક RTIથી થયો હતો. 

NCERT એ આપ્યો ચોંકાવનારો જવાબ
RTI માં પૂછવામાં આવ્યું કે થીમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 2ના પેજ નંબર 234ના બીજા પેરેગ્રાફમાં NCERT એ કયા સોર્સથી એ લખ્યું છે કે જ્યારે યુદ્ધ દરમિયાન મંદિર તોડવામાં આવ્યાં તો શાહજહાં અને ઔરંગઝેબના શાસનમાં પુર્નનિર્માણ માટે આર્થિક સહાયતા આપવામાં આવી? RTIમાં એ પણ પૂછવામાં આવ્યું કે NCERT જણાવે કે ઔરંગઝેબ અને શાહજહાંએ  કેટલા મંદિર ફરીથી બનાવડાવ્યા? જવાબમાં NCERT એ કહ્યું કે તેમની પાસે તેની જાણકારી નથી. 

તો સવાલ એ છે કે NCERTના એ ડિઝાઈનર ઈતિહાસકાર કોણ છે, જેમણે આઝાદ ભારતમાં સાંપ્રદાયિકતાના સુલ્તાનને સેક્યુલર બનાવીને રજુ કર્યા? NCERT શું કામ વિદ્યાર્થીઓને ઔરંગઝેબ અંગે ખોટું બોલતી રહી?

કેમ ટ્રેન્ડ થઈ રહ્યા છે ઔરંગઝેબ અને NCERT?
NCERT એ જે RTIના જવાબમાં પોતાની ભૂલ માની છે તે ગત વર્ષ 18 નવેમ્બરની છે. તો હવે સોશિયલ મીડયા પર ઔરંગઝેબ અને NCERT કેમ ટ્રેન્ડ થઈ રહ્યા છે? જેનો જવાબ એ છે કે, ઈતિહાસની ભૂલ પર મંગળવારે રાજ્યસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈતિહાસની તમામ ભૂલો સુધારવાની માંગણી કરવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news