UP આ જિલ્લામાં વેક્સીનેશન બાદ 'ગુમ' થઇ ગયા 2000 હેલ્થ વર્કર્સ, તંત્ર પણ હેરાન
સ્વાસ્થ્ય વિભાગ તરફથી 26,292 કર્મચારીઓનો ડેટા મોકલવામાં આવ્યો હતો. તેમાં 2000 વિશે ખબર જ ન પડી. હવે સવાલ એ છે કે શું લિસ્ટ બનાવવામાં ગરબડી કરવામાં આવી અથવા પછી બીજું કંઇ મામલો છે.
Trending Photos
બરેલી: બરેલીથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ કોવિડ વેક્સીનેશનનો પહેલાં રાઉન્ડ પુરો થયા બાદ 2800 સ્વાસ્થ્યકર્મી મળ્યા જ નહી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી 26,292 કર્મચારીઓનો ડેટા મોકલવામાં આવ્યો હતો. તેમાં 2000 વિશે ખબર જ ન પડી. હવે સવાલ એ છે કે શું લિસ્ટ બનાવવામાં ગરબડી કરવામાં આવી અથવા પછી બીજું કંઇ મામલો છે.
લાઇવ હિંદુસ્તાનના હવાલે સમાચાર છે કે સરકારે તમામ જિલ્લામાંથી સ્વાસ્થ્યકર્મીઓની યાદી માંગી હતી. તેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના તમામ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. બરેલી જિલ્લા પાસેથી સરકારને મોકલવામાં આવી હતી, તેમાં 26292 સ્વાસ્થ્યકર્મીઓના નામ સામેલ હતા. રસીકરણના મામલે જિલ્લો પ્રદેશનાં ટોપ 5માં સામેલ છે. જ્યારે વેક્સીનેશન શરૂ તહ્યું તો 1800થી વધુ સ્વાસ્થ્યકર્મીઓની વિશે ખબર ન પડી. જોકે વેક્સીનેશનનો પહેલો તબક્કો પૂર્ણ કરી લીધો છે. તેમાં અત્યાર સુધી 24289 સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવવામાં આવી છે.
અધિકારીએ આપ્યા વિચિત્ર તર્ક
આ મામલે જિલ્લા અધિકારી ડો. આરએન સિંહના અનુસાર વેક્સીનેશનનો પહેલો તબક્કો પુરો કર્યા બાદ 2000 સ્વાસ્થ્યકર્મી ઓછા મળ્યા છે. તેમણે કહ્યું કે સંભવણ ઘણા સ્વાસ્થ્યકર્મીઓના નામ બે અથવા વધુ વાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. એમ પણ થઇ શકે કે ઘણા એવા લોકોના નામ પણ અપલોડ થયા હોય તો તેમનું માપદંડ ફીટ ન બેસ્યું હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે