ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી, પણ....

લોકડાઉન 3.0ને લઈને ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવી ગાઈડલાઈન મુજબ હવે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરતોને આધીન બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે RWAએ એવો નિર્દેશ આપ્યો છે કે બહારના લોકોની મૂવમેન્ટ પર તેઓ પોતે નિર્ણય લે, પરંતુ સ્વાસ્થ્યના પ્રોટોકોલનું જરૂરથી ધ્યાન રાખે. અત્રે જણાવવાનું કે રેડ ઝોનમાં હજુ પણ તેમને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી. 
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી, પણ....

નવી દિલ્હી: લોકડાઉન 3.0ને લઈને ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવી ગાઈડલાઈન મુજબ હવે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરતોને આધીન બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે RWAએ એવો નિર્દેશ આપ્યો છે કે બહારના લોકોની મૂવમેન્ટ પર તેઓ પોતે નિર્ણય લે, પરંતુ સ્વાસ્થ્યના પ્રોટોકોલનું જરૂરથી ધ્યાન રાખે. અત્રે જણાવવાનું કે રેડ ઝોનમાં હજુ પણ તેમને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી. 

આ અગાઉ શુક્રવારે દેશભરમાં લોકડાઉન બે અઠવાડિયા માટે લંબાવવાની જાહેરાત થઈ. 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો ખતમ થવાનો હતો પરંતુ હવે તેને 17મી મે સુધી આગળ વધારવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણના કારણે સમગ્ર દેશને 3 ઝોનમાં વહેંચી દેવાયો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. ગ્રીન ઝોનમાં 319 જિલ્લાઓ, ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લાઓ છે. આ જિલ્લાઓમાં શરતોને આધીન બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 

નોંધનીય છે કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિત 130 જિલ્લાઓ હજુ પણ રેડ  ઝોનમાં છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં લોકડાઉન દરમિયાન રાહત મળશે પરંતુ રેડ ઝોનમાં કડકાઈથી લોકડાઉનનું પાલન કરાશે. આવામાં તમારે એ જાણવું જરૂરી બને છે કે તમારું શહેર કયા ઝોનમાં આવે છે. 

ગુજરાતના રેડ ઝોન વાળા જિલ્લાઓ
અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી 

ઓરેન્જ ઝોનવાળા જિલ્લાઓ
રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર

ગ્રીન ઝોનવાળા જિલ્લાઓ
મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news