બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ
બાલાકોટ એરસ્ટ્રાઈકમાં મુખ્ય ભૂમિકા ભજવનારા વિંગ કમાન્ડર અભિનંદનની સાથે રહેલા અન્ય 5 જવાનોને પણ વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સરકારે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનની સરહદના અંદર ઘુસીને બાલાકોટ એર સ્ટ્રાઈકને અંજામ આપનારા પાઈલટોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરાશે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વાર્ડન લીટર રાહુલ બસોયા, પંકજ ભૂજડે, બી.કે.એન. રેડ્ડી, શશાંક સિંહને વીરતા પદક આપવામાં આવશે.
આ તમામ પાઈલટ મિરાજ 2000 યુદ્ધ વિમાનના પાઈલટ છે. આ જાંબાઝ પાઈલટોએ જ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા.
Indian Air Force’s Wg Cdr Amit Ranjan, Sqn Ldrs Rahul Basoya, Pankaj Bhujade, BKN Reddy, Shashank Singh awarded Vayu Sena Medal (Gallantry) for bombing Jaish-e-Mohammed terrorist camp in Pakistan’s Balakot town. All officers are Mirage 2000 fighter aircraft pilots. pic.twitter.com/0pwki6aCaw
— ANI (@ANI) August 14, 2019
વિંગકમાન્ડર અભિનંદનને મળશે 'વીર ચક્ર'
એરસ્ટ્રાઈક પછી પાક અધિકૃત કાશ્મીર (POK)માં પાકિસ્તાનના F-16 વિમાનને તોડી નાખનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના રોજ 'વીર ચક્ર'થી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે, વીર ચક્ર યુદ્ધના સમયમાં બહાદ્દુરી માટે આપવામાં આવતું ત્રીજું સૌથી મોટું સૈનિક સન્માન છે. પ્રથમ નંબરે પરમવીર ચક્ર અને બીજા ક્રમે મહાવીર ચક્ર છે.
મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ
અભિનંદનની સાથે જ વાયુસેનાના સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાશે. આ મેડલ તેમને 27 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે ડોગ ફાઈટને શ્રેષ્ઠ રીતે ફ્લાઈટ કન્ટ્રોલરનું કામ કરવા માટે આપવામાં આવી રહ્યું છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે