ઓરૈયામાં ભીષણ રોડ અકસ્માત, 24 મજૂરોના મોત, 35થી વધુ ઘાયલ

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 23 મજૂરોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મજૂરો ઘાયલ થયા છે જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ગંભીરરૂપથી ઘાયલોને સૈફઇ રિફર કરવામાં આવ્યા છે.

ઓરૈયામાં ભીષણ રોડ અકસ્માત, 24 મજૂરોના મોત, 35થી વધુ ઘાયલ

ઓરૈયા: ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 23 મજૂરોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મજૂરો ઘાયલ થયા છે જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ગંભીરરૂપથી ઘાયલોને સૈફઇ રિફર કરવામાં આવ્યા છે. દર્દનાક અકસ્માત બાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

મળતી માહિતી અનુસાર આ દર્દનાક અકસ્માત હાઇવે પર રસ્તાના કિનારે ઉભેલા ટ્રેલર સાથે ડીસીએમ ટકરાતા સર્જાયો હતો. ડીસીએમમાં મજૂરો સવાર હતા. એટલી ભયંકર ટક્કર હતી કે અકસ્માત બાદ બંને ગાડીઓ પલટી ખાઇ ગઇ. ઓરૈયાના અધિકારી અભિષેક સિંહે જણાવ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધી 23 મજૂરોના મોત થયા છે. કુલ 35 લોકો ઘાયલ થયા છે. 

જેમાંથી 15 લોકોને સૈફઇ ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ 20 લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news