Allopathy vs Ayurveda: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાબા રામદેવ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

યોગ ગુરૂ બાબા રામદેવે વિભિન્ન રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
 

Allopathy vs Ayurveda: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાબા રામદેવ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

નવી દિલ્હીઃ યોગ ગુરૂ બાબા રામદેવ એલોપથી પર આપેલા નિવેદન બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી FIR મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બાબા રામદેવે પોતાની અરજીમાં એલોપથી પર કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી એફઆઈઆર પર પ્રતિબંધ લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. 

યોગ ગુરૂ બાબા રામદેવે વિભિન્ન રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં પટના અને રાયપુરમાં નોંધાયેલી એફઆઈઆર પર પ્રતિબંધ લગાવવા અને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. 

— ANI (@ANI) June 23, 2021

કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપથી વિરુદ્ધ આપેલા નિવેદન પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આકરો વિરોધ નોંધાવ્યો હતો. રામદેવના એલોપથી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ અનેક જગ્યાએ ડોક્ટરોએ પ્રદર્શન કર્યું હતું. તો ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news