જલ્દી બનાવી લો આયુષ્યમાન કાર્ડ, મળશે 5 લાખ સુધીનો લાભ

કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ અને ગરીબોને સ્વાસ્થ્યનો લાભ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત યોજના ચલાવી રહી છે. અત્યાર સુધી અનેક લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. તમે પણ આ યોજનાનો લાભ મેળવી ફ્રી સારવાર કરાવી શકો છો. 

જલ્દી બનાવી લો આયુષ્યમાન કાર્ડ, મળશે 5 લાખ સુધીનો લાભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તર પર અનેક કલ્યાણકારી યોજના ચલાવી રહ્યાં છે. તમામ યોજનાઓમાં એક છે આયુષ્યમાન ભારત યોજના. આ સ્કિમનો ઉદ્દેશ્ય ગરીબ લોકો અને તમામ જરૂરિયાતમંદ લોકો સુધી આર્થિક લાભ પહોંચાડવાનો છે. આ સ્કિમ અંતર્ગત યોગ્ય લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે. જે પછી કાર્ડધારકને 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજ મફત મળે છે. જો તમે પણ આ સ્કિમનો લાભ લેવા માગો છો. તો આ આર્ટિકલ ધ્યાનથી વાંચજો. 

આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આવ્યશ્યક દસ્તાવેજ
આધાર કાર્ડ
નિવાસ પ્રમાણ પત્ર
રાશન કાર્ડ
મોબાઈલ નંબર
ફોટો

આયુષ્યમાન કાર્ડનો લાભ કોણ ઉઠાવે છે?
ભૂમિહીન લોગ
પરિવારના દિવ્યાંગ સદસ્ય
ગ્રામીણ ક્ષેત્રના લોકો
અનુસૂચિત જાતિ અથવા જનજાતિના લોકો
મજૂર
નિરાશ્રિત અને આદિવાસી અથવા ટ્રાન્સજેન્ડર
BPL કાર્ડ ધારક
ગરીબી રેખાના નીચેના લોકો

કેવી રીતે કરશો અરજી?
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આપે નજીકના જન સેવા કેન્દ્ર પર જવુ પડશે. જે પછી આપે સંબંધિત અધિકારીન જરૂરી દસ્તાવેજ અને એક મોબાઈલ નંબર આપવો પડશે. જે પછી આપના દસ્તાવેજ તપાસશે. તપાસ પછી બધા ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો થોડા દિવસમાં આયુષ્યમાન કાર્ડ બની જશે. 
આયુષ્યમાન કાર્ડ માટે એલિજિબિલિટી કેવી રીતે ચેક કરશો?
1. એલિજિબિલિટી ચેક કરવા માટે સૌથી પહેલા pmjay.gov.inની વેબસાઈટ પર વિઝિટ કરો
2. પછી હોમ પેજ પર એલિજિબિલિટીના વિકલ્પ પર ક્લિક કરો
3. પછી મોબાઈલ નંબર આપ્યા પછી Generate OTP ઑપ્શન કર Click કરો
4. OTP નાખ્યા પછી આપના રાજ્યને સિલેક્ટ કરો
5. પછી રાશન કાર્ડ નંબર અથવા ફોન નંબરમાંથી કોઈ એક સિલેક્ટ 6. કરીને આપેલી તમામ માહિતી ભરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
7. આવી રીતે આપ ઘરે બેઠા આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવવાની પાત્રતા ચેક કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news