અમદાવાદમાં BRTS બસમાં આગ લાગી, ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો!

આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી... 

અમદાવાદમાં BRTS બસમાં આગ લાગી, ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો!

અમદાવાદ: શહેરમાં અનેક વખત BRTS બસમાં આગ લાગી હોય એવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે થર્ટી ફર્સ્ટની સમી સાંજે લો ગાર્ડન નજીક  BRTS બસમાં અચાનક આગ લાગી હતી.

આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી... 

આ પણ વાંચો:

મળતી માહિતી મુજબ લો ગાર્ડન નજીક BRTS બસમાં આગ લાગતા મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમે આગ લાગેલી બસ પર પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં આગ પર કાબૂ મેળવાયો. હાલ BRTS બસમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news