અયોધ્યા વિવાદ: 'બાબરે જે કર્યું તેને બદલી શકાય નહીં, અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે'-SC જજ

અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે?

અયોધ્યા વિવાદ: 'બાબરે જે કર્યું તેને બદલી શકાય નહીં, અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે'-SC જજ

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારે મધ્યસ્થતા અંગે ઈન્કાર કરી દીધો. હિન્દુ મહાસભા મધ્યસ્થતા માટે તૈયાર થઈ નહી. આ અંગે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે વિકલ્પ અજમાવ્યા વગર મધ્યસ્થતાને ફગાવવામાં કેમ આવી રહી છે? કોર્ટે કહ્યું કે ભૂતકાળ પર આપણું નિયંત્રણ નથી. પરંતુ અમે સારા ભવિષ્યની જરૂરી કોશિશ કરી શકીએ છીએ. આ મામલે સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની બેન્ચ  કરી રહી છે. કલાક સુધી ચાલેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં મધ્યસ્થતા થશે કે નહીં તે અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

જો કે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી મધ્યસ્થતા માટે સંકેત અપાયા હતાં. તેમના તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અમે મધ્યસ્થતા માટે તૈયાર છીએ,. મધ્યસ્થતા માટે બધાની સહમતિ જરૂરી નથી. 

સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું કે બાબરે જે કર્યું તેને બદલી શકાય નહીં. અમારો હેતુ વિવાદનો ઉકેલ લાવવાનો છે. ઈતિહાસની જાણકારી અમને પણ છે. તેમણે વધુમાં કહ્યું કે મધ્યસ્થતાનો અર્થ કોઈ પક્ષની હાર કે જીત નથી. તે દિલ, દિમાગ, ભાવનાઓ સાથે જોડાયેલો માનમલો છે. અમે આ મામલાની ગંભીરતાને લઈને સચેત છીએ. 

જસ્ટિસ બોબડેએ એમ પણ કહ્યું કે જ્યારે મધ્યસ્થતાની પ્રક્રિયા ચાલી રહી હોય તો તેમાં શું થઈ રહ્યું છે તે મીડિયામાં જવું જોઈએ નહીં. જસ્ટિસ બોબડેએ મધ્યસ્થતાની વિશ્વસનિયતાને જાળવી રાખવા પર  ભાર મૂકતા કહ્યું કે જ્યારે અયોધ્યા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા ચાલી રહી હોય તો તે અંગે અહેવાલોમાં કઈં લખાવવું જોઈએ નહીં, કે દર્શાવવું જોઈએ નહીં. 

તેમણે વધુમાં કહ્યું કે અમે મીડિયા પર પ્રતિબંધ લગાવતા નથી પરંતુ મધ્યસ્થતાનો હેતુ કોઈ પણ સંજોગોમાં પ્રભાવિત થવો જોઈએ નહીં. એક હિન્દુ પક્ષકારે કોર્ટમાં દલીલ કરી કે મધ્યસ્થતા માટે આદેશ જારી કરતા પહેલા પબ્લિક નોટિસ જરૂરી હોય છે. દલીલ આપી કે અયોધ્યા મામલો ધાર્મિક અને આસ્થા સંલગ્ન જોડાયેલો છે. આ માત્ર સંપત્તિ વિવાદ નથી. હિન્દુ પક્ષકારના વકીલે કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ ફાયદો નથી. કોઈ તૈયાર થશે નહીં. જેના પર સીજેઆઈએ કહ્યું કે અત્યારથી જ સ્વીકારી લેવું કે ફાયદો નહીં થાય, તે યોગ્ય નથી. 

બંને પક્ષ તરફથી થયેલી મુખ્ય દલીલો...

હિન્દુ પક્ષકાર તરફથી કરાયેલી દલીલો...

- આ મામલે મધ્યસ્થતાથી કોઈ ફાયદો નથી.

- હિન્દુ પક્ષકારોએ દલીલ કરી કે અયોધ્યા મામલો ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલો મામલો છે.

- આ માત્ર સંપત્તિ વિવાદ નથી.

- મધ્યસ્થતાથી કોઈ ફાયદો નથી, કોઈ તૈયાર નથી. 

- એક હિન્દુ પક્ષકારે કોર્ટમાં દલીલ કરી કે મધ્યસ્થતા માટે આદેશ જારી કરતા પહેલા પબ્લિક નોટિસ બહાર પાડવાની જરૂર હોય છે. 

મુસ્લિમ પક્ષ તરફથી કરાયેલી દલીલો...

- અમે મધ્યસ્થતા માટે તૈયાર છીએ. 

- મધ્યસ્થતા માટે બધાની સહમતિ હોવી જરૂરી નથી. 

- સુબ્રમણ્યમ સ્વામી: કોર્ટે તેને પોતાના ચુકાદામાં નોધ્યું હતું, ત્યાં સમાધાન કરવા જેવું કઈ નથી. 

- સુબ્રમણ્યમ સ્વામી: નરસિંહ રાવ સરકાર કોર્ટમાં વચન આપી ચૂકી છે કે જો ત્યાં મંદિરનો પુરાવો મળ્યો તો તે જગ્યા હિન્દુઓને આપી દેવાશે. 

- ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની દલીલ- અયોધ્યા એક્ટથી ત્યાંની બધી જમીનનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news