Ayodhya Case: રામ મંદિર વિવાદ કેસ ચૂકાદા પૂર્વે CJI ની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ

અયોધ્યા રામ મંદિર (Ram Mandir) વિવાદ કેસના (Ayodhya case) ચૂકાદાને પગલે અયોધ્યામાં (Ayodhya dispute) સઘન સુરક્ષા (Ayodhya Security) ગોઠવી દેવાઇ છે. શ્રી રામલલાની ગલીઓમાં પોલીસે બેરિકેડિંગ ગોઠવી દેવાયા છે. અયોધ્યાના સીઓ અમરસિંહનું કહેવું છે કે અયોધ્યા અતિ સંવેદનશીલ છે. કાર્તિક પૂર્ણિમા સ્નાન પહેલાથી જ શ્રધ્ધાળુઓનો ઘસારો ચાલુ છે. આવામાં તંત્ર કોઇ પણ ચૂક કરવા નથી ઇચ્છતું.

Ayodhya Case: રામ મંદિર વિવાદ કેસ ચૂકાદા પૂર્વે CJI ની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ

અયોધ્યા: અયોધ્યા રામ મંદિર જમીન વિવાદ કેસ (Ayodhya case) મામસે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. CJI સાથે UPના ઉચ્ચ અધિકારીઓની બેઠક પૂર્ણ થઇ છે. અયોધ્યા મામલે સુનાવણી કરી રહી રહેલા અન્ય જજ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. અંદાજે એક કલાક કરતાં વધુ સમય ચાલેલી આ બેઠકમાં જજોએ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. અધિકારીઓથી સૂચનો પણ લેવાયા હતા. એ પણ જાણવા પ્રયાસ કરાયો કે એમને કોર્ટ તરફથી કેવા પ્રકારના સહયોગની અપેક્ષા છે. 

અયોધ્યા વિવાદ (Ayodhya dispute) ચૂકાદાની ઘડીઓ જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ અયોધ્યાની સુરક્ષા (Ayodhya Security) વધારાઇ રહી છે. અયોધ્યાની પંચકોસી પરિક્રમા (Panchkosi Parikrama) સમાપ્ત થતાં જ શ્રી રામલાલ માર્ગ ની ગલીઓમાં બેરિકેડિંગ લગાવીને રસ્તો રોકી દેવાયો છે. મુખ્ય માર્ગો પર પણ પોલીસ બેરિકેટ્સ લગાવી બાજ નજર રાખી રહી છે. નગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઇ છે. 

 

અયોધ્યામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મઠ મંદિરોમાં રોકાયેલા છે. શ્રી રામલલા, હનુમાનગઢી, કનક ભવન દર્શન કરી રહ્યા છે. શ્રીરામ લીલા રામપુર વિસ્તારમાં ગલીઓમાં બેરી ગેટ પાસે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. ધીરે ધીરે અયોધ્યાની સુરક્ષા માટે વધુ ફોર્સ ગોઠવાઇ રહી છે. 

અયોધ્યાના સીઓ અમરસિંહનું કહેવું છે કે, અયોધ્યા ઘણું સંવેદનશીલ છે. કાર્તિક પૂર્ણિમા સ્નાન પહેલાથી જ અહીં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો ચાલી રહ્યો છે. આવામાં તંત્ર કોઇ પ્રકારની ચૂક નથી ઇચ્છતું. સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવાઇ છે. જોકે આ દરમિયાન પોલીસ એ પણ ધ્યાન રાખી રહી છે કે, શ્રધ્ધાળુઓને અયોધ્યામાં કોઇ અસુવિધા ઉભી ન થાય. 

તમને જણાવી દઇએ કે, અયોધ્યા મામલમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે અયોધ્યામાં ચાર હજાર વધારાની ફોર્સ મોકલવાનો નિર્ણય લેવાયો છે. ગૃહ મંત્રાલયે યૂપી સહિત તમામ રાજ્યને આ મામલે એલર્ટ રહેવા પણ તાકીદ કરી છે. ઉત્તરપ્રદેશમાં પેરામિલિટરી ફોર્સ 18 નવેમ્બર સુધી તૈનાત રહેશે. 12 સંવેદનશીલ જિલ્લાઓમાં RAF ની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યામાં ડ્રોન દ્વારા પર સુરક્ષાની બાજ નજર રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news