અયોધ્યાની સરહદ સીલ, SPGએ મોરચો સંભાળ્યો, સ્થાનિક રહીશો માટે આ છે નિયમો

રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત 24 કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા એસપીજીએ સંભાળી લીધી છે. અયોધ્યાની સરહદ સીલ કરી દેવાઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારની વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં. સ્થાનિક રહીશોએ સાથે ઓળખ પત્ર રાખવો જરૂરી છે. 
અયોધ્યાની સરહદ સીલ, SPGએ મોરચો સંભાળ્યો, સ્થાનિક રહીશો માટે આ છે નિયમો

અયોધ્યા: રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત 24 કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા એસપીજીએ સંભાળી લીધી છે. અયોધ્યાની સરહદ સીલ કરી દેવાઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારની વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં. સ્થાનિક રહીશોએ સાથે ઓળખ પત્ર રાખવો જરૂરી છે. 

175 અતિથિઓને અપાયું આમંત્રણ
રામ મંદિરના ભૂમિપૂજનમાં આમ તો 175 અતિથિઓને આમંત્રણ અપાયું છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી અયોધ્યામાં 137 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરશે. કેટલાક કારસેવકોના પરિવારના સભ્યોને પણ આમંત્રણ અપાયું છે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં દેશભરમાંથી 2000 પવિત્ર સ્થળોથી માટી અને જળ અયોધ્યા પહોંચ્યું છે. 100થી વધુ નદીઓનું જળ અયોધ્યા લવાયું છે. અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન 9 શિલાના પત્થર ભૂમિપૂજનમાં રખાશે. 9 શિલાઓનું પૂજન પીએમ મોદીના હાથે થશે. 9 શિલાઓ 1989-90 દરમિયાન રામમંદિર આંદોલન સાથે જોડાયેલી છે. 9 શિલાઓમાંથી એક શિલા ગર્ભગૃહમાં રખાશે. બાકીની 8 અન્ય સ્થળો પર. શિલાઓનો ઉપયોગ નક્શો પાસ થયા બાદ નિર્માણ સમયે ઉપયોગમાં લેવાશે. 

ભૂમિપૂજન દરમિયાન મંચ પર કોણ કોણ હશે
ભૂમિ પૂજન દરમિયાન મંચ પર ફક્ત પાંચ લોકો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મંચ પર રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉંમરના કારણે આવી શકશે નહીં. જ્યારે ભાજપના નેતા ઉમા ભારતીએ જણાવ્યું કે કોરોનાના કારણે તેઓ સરયુના કિનારે રહીને જ કાર્યક્રમના સાક્ષી બનશે. 

ભૂમિપૂજનના કાર્યક્રમમાં 10.30 પછી નહીં મળે પ્રવેશ
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યાં મુજબ ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કાલે કોવિડ-19 પ્રોટોકોલની સાથે પ્રધાનમંત્રીની સુરક્ષાને જોતા સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરાશે. તમામ નિમંત્રણ પ્રાપ્ત લોકોએ સવારે 10.30 વાગે આવી જવું જરૂરી છે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં. તમામ અતિથિઓને પ્રધાનમંત્રીના આગમનના બે કલાક પહેલા પહોંચવું પડશે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે જે લોકોને આમંત્રણ અપાયું છે તેમને કાર્ડ મળી જશે. આ કાર્ડના આધારે કોઈ અન્ય વ્યક્તિ તેમની જગ્યાએ આવી શકશે નહીં. આ સાથે જ તેમણે જણાવ્યું કે કોઈ વાહન પાસ અપાયો નથી. વાહનોને કાર્યક્રમના સ્થળેથી દૂર જ રખાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news