GTUની ઓનલાઈન પરીક્ષામાં ખામી સર્જાઈ, 1 હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં જોડાઈ ન શક્યા
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય સમસ્યા સર્જાઈ હતી. આશરે 1 હજાર જેટલા યુજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.
પંચમહાલમાં દીપડાના ચાર પરિવારનો વસવાટ, ઉપરાઉપરી 3 હુમલા બાદ દરેક ઘરમાં ગભરાટ
આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા કોરોના મહામારીના કારણે ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. આજે યુજી અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનીપરીક્ષા લેવાઈ હતી. કોરોના મહામારીને કારણે GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષામાં 70 મિનિટમાં 56 MCQ પરીક્ષામાં પૂછાનાર છે. ઓનલાઈન પરીક્ષા ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અથવા મોબાઈલ દ્વારા વિદ્યાર્થીએ આપી હતી. લેપટોપ અને ડેસ્કટોપમાં વિન્ડોઝ 7 અથવા તેના કરતાં ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી તો ટેબ્લેટમાં એન્ડ્રોઇડ 6 અથવા તેના કરતાં ઉપરનું વર્ઝન જરૂરી કર્યું હતું.
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
ઓનલાઈન પરીક્ષા માટે 512 kbps ઈન્ટરનેટની સ્પીડ હોવી જરૂરી સાથે જ ફરજીયાત કેમેરો રાખવો પણ જરૂરી કર્યો હતો. 512 kbps ઈન્ટરનેટ સ્પીડ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઓનલાઈન પરીક્ષા ચાલુ હોય અને ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થાય તેવી સ્થિતિમાં જ્યાંથી ડિસ્કનેક્ટ થયું હશે નેટ તે જ સ્થિતિમાં ફરી કનેક્ટ થઈ શકાશે, પરંતુ 70 મિનિટના સમયમાં કોઈ વધારાનો સમય નહીં ફાળવવામાં આવે. ઓનલાઈન પરીક્ષા ન આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપવા માગતા અથવા ના આપી શકતા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનામાં સ્પેશિયલ પરીક્ષા ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે. અગાઉ GTU માં PGના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે