Airtel ની 2GB Free ડેટાવાળી નવી ઓફર, આ ગ્રાહકો ઉઠાવી શકશે લાભ

ટેલિકોમ કંપની એરટેલ (Airtel) પોતાના પ્રિપેડ (Prepaid) ગ્રાહકોને આકર્ષવા માટે સમયાંતરે નવી ઓફર લાવે છે. હવે કંપની ગ્રાહકોને 2જીબી ડેટા મફત ઇન્ટરનેટ ડેટા (Internet Data) નો નવો પ્લાન લઇને આવી રહી છે.

Airtel ની 2GB Free ડેટાવાળી નવી ઓફર, આ ગ્રાહકો ઉઠાવી શકશે લાભ

નવી દિલ્હી: ટેલિકોમ કંપની એરટેલ (Airtel) પોતાના પ્રિપેડ (Prepaid) ગ્રાહકોને આકર્ષવા માટે સમયાંતરે નવી ઓફર લાવે છે. હવે કંપની ગ્રાહકોને 2જીબી ડેટા મફત ઇન્ટરનેટ ડેટા (Internet Data) નો નવો પ્લાન લઇને આવી રહી છે. એરટેલ તેના માટે પેપ્સીકો (Pepsico) સાથે એક કરાર કર્યો છે. તેના અંતગર્ત હવે પેપ્સીકો ઉત્પાદન ખરીદવા પર ગ્રાહકોને 2જીબી મફત ઇન્ટરનેટ ડેટા મળશે.   

ગ્રાહકોને મળશે કૂપન કોડ
પ્રાપ્ત માહિતી અનુસાર એરટેલએ પેપ્સીકો સાથે કરાર કર્યો છે. પેપ્સીકોના સિલેક્ટેડ પ્રોડ્ક્ટની અંદર એરટેલ 2જીબી મફત કૂપન કોડ આપવાની જઇ રહી છે. પેપ્સીકોના ફૂડ સ્નેક અને બેવરેજ ખરીદવા પર મળનાર એક કૂપન કોડ દ્વારા એરટેલ પ્રીપેડ ગ્રાહકોને મફત ડેટા મેળવી શકે છે. પેપ્સીકોના આ ઉત્પાદકોના પેકેટમાં એરપેડ પ્રીપેડ યૂઝર્સ માટે કૂપન કોડ હશે. આ કોડને નાખવાથી 2જીબી ડેટા મોબાઇલમાં આવી જશે. ગ્રાહકો તેનો ઉપયોગ 31 જાન્યુઆરી સુધી કરી શકે છે. 

આ ઉત્પાદનોની અંદર મળશે કૂપન કોડ
એરટેલ અને પેપ્સીકોની ઓફર હેઠળ તમને 2જીબી ડેટાનો મફત કૂપન કોડ લેઝ ચિપ્સ, ડોરિટોઝ, કુરકુરે અને અંકલ ચિપ્સમાં મળશે. તમારે ધ્યાન રાખવું પડશે કે જે પેકેટ ઉપર આ પ્રોમો ઓફર છપાયેલો હશે તે ખરીદશે. કારણ કે ઓફર વિના પણ આ ઉત્પાદન ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news