સાવધાન! જીવલેણ કોરોનાએ ફરીથી બદલ્યા રંગરૂપ, આ નવા લક્ષણો ખાસ જાણો

કોરોના વાયરસ (Corona Virus) નો જન્મ કેવી રીતે થયો? તેને પેદા કરવા માટે કોણ જવાબદાર? આ બધા સવાલો હવે ઘણા પાછળ છૂટી ગયા છે કારણ કે અત્યારે જો સૌથી મોટો સવાલ હોય તો તે એ છે કે આ વાયરસને ઓળખવો કેવી રીતે? તેનાથી કેવી રીતે બચી શકાય? સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી નવી ગાઈડલાઈન્સ મુજબ કોરોનાના નવા બે લક્ષણો (New symptoms) સામે આવ્યાં છે. 
સાવધાન! જીવલેણ કોરોનાએ ફરીથી બદલ્યા રંગરૂપ, આ નવા લક્ષણો ખાસ જાણો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નો જન્મ કેવી રીતે થયો? તેને પેદા કરવા માટે કોણ જવાબદાર? આ બધા સવાલો હવે ઘણા પાછળ છૂટી ગયા છે કારણ કે અત્યારે જો સૌથી મોટો સવાલ હોય તો તે એ છે કે આ વાયરસને ઓળખવો કેવી રીતે? તેનાથી કેવી રીતે બચી શકાય? સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી નવી ગાઈડલાઈન્સ મુજબ કોરોનાના નવા બે લક્ષણો (New symptoms) સામે આવ્યાં છે. 

કોરોના વાયરસના નવા બે લક્ષણ
ખાવા પીવાની વસ્તુઓમાં સ્વાદ ન આવવો અને ગંધ ઓળખવાની ક્ષમતા અચાનક જ ખતમ થઈ જવી એ કોવિડ 19ના લક્ષણો હોઈ શકે છે. આવા લક્ષણોવાળા લોકોએ તરત જ પોતાનો ટેસ્ટ કરવવો જોઈએ. 

જો કે અમેરિકાએ એક મહિના પહેલા એટલે કે મે મહિનાની શરૂઆતમાં જ આ સ્વાદ અને ગંધ ન મહેસૂસ થવાની સમસ્યાને કોવિડ 19 મહામારીના લક્ષણોમાં સામેલ કર્યા હતાં. આમ છતાં પોતાના દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તે રોકી શક્યું નહીં. દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 75 લાખ પાર કરી ગઈ છે. 

ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. તેના પર રોકથામ કરવાની તમામ કોશિશ નિષ્ફળ જઈ રહી છે. આ ઝડપને રોકવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ લાગેલા છે પણ કોરોનાના નીત નવા લક્ષણો એટલેકે બહુરૂપિયા કોરોનાથી વૈજ્ઞાનિકો હેરાન પરેશાન છે. આગળ વધતા પહેલા ભારતમાં કોરોનાના લક્ષણોના આંકડા જાણવા જરૂરી છે. સ્વાસ્થ્ય સંગઠન IDSPએ 11 જૂનના રોજ કોરોના સંક્રમિત દર્દીઓમાં લક્ષણોને લઈને આંકડા બહાર પાડ્યા

ભારતમાં કોરોનાના દર્દીઓમાં લક્ષણ
અત્રે જણાવવાનું કે દેશમાં લગભગ 27 ટકા કેસમાં તાવ, જ્યારે 21 ટકા કેસમાં ઉધરસ લક્ષણ તરીકે જોવા મળ્યાં. જ્યારે 10 ટકા કેસમાં ગળામાં ખારાશ, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા 8 ટકા કેસ, 7 ટકા દર્દીઓમાં નબળાઈનું લક્ષણ, 3 ટકા કેસમાં નાક વહેતું હોય, તથા અન્ય 24 ટકા કેસમાં અલગ અલગ લક્ષણ જોવા મળ્યાં. 

જેમાંથી બે નવા લક્ષણો હવે જોવા મળતા અંદાજો લગાવવો જરાય મુશ્કેલ નથી કે આ વાયરસ બહુરૂપિયો છે અને કેટલો ઝડપથી પોતાનું રૂપ બદલે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાનું મુખ્ય કારણ સંક્રમિત વ્યક્તિ કે તે સંબંધિત ચીજોના સંપર્કમાં આવવું છે. જો કે સંક્રમણ અને લક્ષણોને લઈને હજુ પણ તસવીર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કારણ કે ભારતમાં જ  એવા અનેક દર્દીઓ સામે આવ્યાં છે જેમાં કોઈ પણ લક્ષણો જોવા મળ્યા નથી. જેના કારણે સતર્ક રહેવાની સલાહ અપાઈ રહી છે.

માથાનો દુખાવો, ચક્કર આવવા અને અન્ય લક્ષણો
કોરના પર એક રિસર્ચ જર્નલ 'એન્નલ્સ ઓફ ન્યૂરોલોજી'માં છપાયેલા એક રિસર્ચ પત્ર મુજબ હોસ્પિટલમાં દાખલ લગભગ 50 ટકા કોરોના વાયરસથી પીડાતા દર્દીઓમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, અને સ્વાદ ન આવવો, નબળાઈ, માંસપેશીઓમાં દુખાવો, તથા સ્ટ્રોક જેવા લક્ષણો જોવા મળ્યાં છે. 

જુઓ LIVE TV

વિશ્વના અનેક દેશોના વૈજ્ઞાનિકો આ કોરોના વાયરસની અંદર છૂપાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં લાગ્યા છે. આશા છે કે જલદી સફળતા મળશે અને દુનિયાને તે દવા મળી જશે જે કોરોના વાયરસને પછાડશે. પરંતુ હવે કોરોના વાયરસથી બચવા માટે સતર્કતાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ  ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news