અત્યંત શરમજનક! કોરોના ફાઈટર્સ સાથે આવી હરકત? આ તે કેવી છીછરી હરકતો કરી રહ્યાં છે લોકો 

કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જ્યારે લોકોની ભીડને પોલીસ ટીમ સમજાવવા ગઈ તો ઉલટુ તેમણે પોલીસ ટીમ ઉપર જ હુમલો કરી નાખ્યો.

અત્યંત શરમજનક! કોરોના ફાઈટર્સ સાથે આવી હરકત? આ તે કેવી છીછરી હરકતો કરી રહ્યાં છે લોકો 

નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જ્યારે લોકોની ભીડને પોલીસ ટીમ સમજાવવા ગઈ તો ઉલટુ તેમણે પોલીસ ટીમ ઉપર જ હુમલો કરી નાખ્યો. આ ભીડે એક સબ ઈન્સ્પેક્ટર અને 2 કોન્સ્ટેબલને લાકડી અને ડંડાથી પીટ્યા તથા ઘાયલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો. આ ભીડ પૂર્વ પ્રધાન નારા સિંહના ઘરની બહાર ભેગી થઈ હતી. પોલીસે ઘાયલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલોને હોસ્પિટલમાં ખસેડાયા. ત્યારબાદ ગંભીર હાલાત જોતા સબ ઈન્સ્પેક્ટર અને એક સિપાઈને મેરઠ રેફર કરાયા. આ બાજુ એસએસપી પહેલા હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ ફોર્સ સાથે પહોંચ્યાં. પોલીસે અનેક હુમલાખોરોને અટકાયતમાં લીધા. 

આ બાજુ ઈન્દોરના છતરીપુરા પોલીસ સ્ટેશન હદના સિલાવટપુરામાં સ્ક્રીનિંગ કરવા પહોંચેલી ડોક્ટરોની ટીમ સાથે મોહલ્લાવાસીઓએ ગાળાગાળી કરી અને પથ્થરમારો કર્યો. આ સાથે જ સફાઈ કરી રહેલા નગર નિગમના કર્મચારીઓને પણ મારીને ભગાડી દીધા. એડિશનલ એસપી રૂપેશ વ્યાસનું કહેવું છે કે જે પણ તેમા સામેલ હશે તેમની સામે કાર્યવાહી કરાશે. 

બિહારના મુંગેરમાં કાસિમ બજાર પોલીસ સ્ટેશન હદના હજરતગંજ વાડા ગલી નંબર 15માં સંદિગ્ધના પરિજનોને ક્વોરન્ટાઈમાં રાખવા માટે ગયેલી મેડિકલ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. સૂચના પર પહોંચેલી કાસિમ બજાર પોલીસની પેટ્રોલિંગ ગાડીના કાચ પણ ફોડી નાખ્યાં. જ્યારે પોલીસ કડક થઈ તો લોકો ભાગ્યાં. સમાજના બુદ્ધિજીવીઓ મૃતક બચ્ચીના છ પરિજનોને મેડિકલ ટીમ સાથે મોકલી દીધા. 

બિહારના મધુબનીના અધરાઠાઢીમાં જમાત દરમિયાન ભીડ અટકાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી. બુધવારે સાંજે પ્રશાસનને સૂચના મળી હતી કે ગિદરગંજ ગામ સ્થિત મસ્જિદમાં જમાતને લઈને ડઝનોની સંખ્યામાં ભીડ પહોંચી છે. લોકડાઉનના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે સમજાવવા પહોંચેલી પોલીસ-પ્રશાસનની ટીમો પર લોકોએ પથ્થરમારો કર્યો અને ફાયરિંગ કરી દીધુ. તથા પોલીસને જ ખદેડી નાખી. 

જુઓ LIVE TV

કોલકાતામાં કોરોનાના પ્રકોપથી એક વ્યક્તિનું મોત થયું. જ્યારે તેના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે સરકાર દ્વારા નિર્ધારિત જગ્યાએ લેવા ગયા તો ત્યાં સમગ્ર વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી. પોલીસને રોકવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં. લોકોનું કહેવું છે કે મૃતક કોરોનાથી સંક્રમિત હતો અને તેને બાળ્યા બાદ તેની અસર લોકો પર પડશે. 

ઉત્તર પ્રદેશના મેરઠમાં સતત વધતા કોરોના વાયરસના કેસથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે મેરઠમાં 600 ટીમો બનાવી છે. જે ઘરે ઘરે જઈને સંદિગ્ધોની શોધ કરશે અને તેમના ડેટા કલેક્ટ કરશે. પરંતુ મેરઠમાં સતત આ ટીમો પર હુમલાના ખબર આવી રહ્યાં છે. અગાઉ મેરઠના નૌચંદી વિસ્તારમાં કોરોના વાયરસની તપાસ કરનારી ટીમ પર હુમલો થયો હતો. જ્યારે બુધવારે કંકરખેડા ખેડાના દાયમપુર ગામમાં ટીમ પર હુમલો કરીને સભ્યોને ઘાયલ કર્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news