અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ

Atiq Ahmed Shot Dead:  શનિવારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા પર સવાલો ઉઠી રહ્યા છે.

અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ

Atiq Ahmed And Ashraf Shot Dead:  પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ હત્યાની તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે 2017 પછી ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ 183 એન્કાઉન્ટરોની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદ (Atiq Ahmad Killed) અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ કસારી મસારી કબ્રસ્તાનમાં આકરી સુરક્ષા વચ્ચે પહોંચ્યા અને પછી પરિવારજનોની હાજરીમાં તેને દફનાવવામાં આવ્યા હતા. 

આ કબ્રસ્તાનમાં બે દિવસ પહેલાં એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદને પણ દફનાવવામાં આવ્યો હતો. કબ્રસ્તાનની આસપાસ જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા જોવા મળી હતી. આ પહેલાં અતીક અને અશરફનું પોસ્ટમોર્ટ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની પેનલે કર્યું હતું. 

ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત 
અતીક અને અશરફની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુપી પોલીસ એલર્ટ મોડ પર છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસકર્મીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તેની હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનમાં બંનેની હત્યા માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી
જણાવી દઈએ કે શનિવારે રાત્રે અતીક અને અશરફની જ્યારે મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે બંનેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.  અતીકે જ્યારે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે ત્રણ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news