તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... જોવા મળી શકે છે આ લક્ષણો

Astrazeneca Covid Vaccine: કોરોનાકાળમાં જીવ બચાવવા માટે દરેકે વેક્સીન લગાવી હતી. પરંતુ થોડા કલાકો પહેલાં બધા ટેન્શનમાં આવી ગયા. લંડનમાં એસ્ટ્રાજેનેકા કંપનીએ સ્વિકાર્યું કે કોરોના વેક્સીનથી દુર્લભ કેસમાં લોહીના ગઠ્ઠા જામી શકે છે. 

તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... જોવા મળી શકે છે આ લક્ષણો

Coroan Vaccine Covishield Side Effects: સોશિયલ મીડિયા પર આજે સવારથી જ #Covishield અને Covaxin ટ્રેંડ કરી રહ્યો છે. લોકો પોતાની રિસિપ્ટ ફરીથી જોઇ રહ્યા છે કે તેમણે કઇ વેક્સીન લીધી હતી? રાત્રે જ એક સમાચારે ભારતના કરોડો નાગરિકોનું ટેન્શન વધારી દીધું છે. જોકે તાજેતરના મહિનામાં અચાનક મોતની ઘટનાઓ સામે આવી. વીડિયો આવેલા પરંતુ તેને એમ કહીને ઇગ્નોર કરવામાં આવ્યા હતા કે તેનું કોરોના વેક્સીન સાથે લેવાદેવા નથી પરંતુ લંડનથી જે રિપોર્ટ આવ્યો છે તે તમને પરેશાન કરી શકે છે. કોવિશીલ્ડ વેક્સીનવાળી એક્ટ્રાજેનેકા કંપનીએ પોતે સ્વિકાર્યું કે તેની કોવિડ રસીથી લોહીના ગઠ્ઠા બની શકે છે. આવો પોઇન્ટમાં સમજી સમગ્ર વાત... 

- કોરોનાની રસી લીધા બાદ લંડનમાં ઘણા લોકો ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. આવી જ એક વ્યક્તિ છે જેમી સ્કોટ. તેણે લંડન હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) રસી મેળવ્યા પછી તેને બ્રેન ડેમેજ થયું હતું.

- હવે કોર્ટ સમક્ષ એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) કંપનીએ સાઇડ ઇફેક્ટની વાત સ્વિકારી છે. બ્રિટિશ કોર્ટમાં પહેલીવાર સ્વિકાર્યું છે કે તેની વેક્સીન લગાવવાથી લોહી ગઠ્ઠા (ક્લોટિંગ) જેવા દુષ્પ્રભાવ થઇ શકે છે. 

- શરીરમાં લોહીની ગંઠાઇ જવાને કારણે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આને TTS એટલે કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

- તેના લીધે શરીરમાં પ્લેટલેટ્સ ઘટી શકે છે. હવે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) ની સાઇડ ઇફેક્ટની વાત કબૂલી તો દુનિયાભરના તે લોકોનું ટેન્શન વ્યાજબી છે જેમણે આ ફોર્મૂલાવાળી વેક્સીન લગાવી હતી ભલે તેનું નામ અલગ હોય. 

એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) ની આ રસી ભારતમાં કોવિશિલ્ડ (Covishield) નામથી લોન્ચ કરવામાં આવી હતી. અહીં ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) પાસેથી મળેલા લાયસન્સ હેઠળ આ રસીનું ઉત્પાદન કર્યું હતું.

- સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. બ્રિટિશ પીડિતા જેમી સ્કોટને બે બાળકો છે. તેના મગજમાં કાયમી ઈજા થઈ છે. એપ્રિલ 2021 માં તેણે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) રસી લગાવી હતી અને લોહીના ગઠ્ઠા જામી ગયા. તેમનું કામકાજ પણ અટકી ગયું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 30, 2024

- કંપનીએ પછી વેક્સીન વિશે જાણકારી અપડેટ કરી દીધી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું દુર્લભ કેસમાં તેનાથી બ્લડ ક્લોટ થઇ શકે છે. હવે આ વેક્સીનનો ઉપયોગ યૂકેમાં થઇ રહ્યો નથી. 

- એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) ના એક પ્રવક્તાએ જણાવ્યું કે વેક્સીનને સુરક્ષાના માપદંડને પુરા કરવામાં આવ્યા છે. દુનિયાભરના માપદંડોને લગાવીને કહ્યું કે એકદમ દુર્લભ કેસમાં સાઇડ ઇફેક્ટના ખતરાથી વધુ લાભ વેક્સીનના છે.

- આ ઓક્સફોર્ડ- Astrazeneca કંપનીની વેક્સીન ભારતમાં કોવિશિલ્ડના નામથી લગાવવામાં આવી હતી. કરોડો લોકોએ તેને લગાવી હતી. કારણ કે આ ગામડે ગામડે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

- જો તમે કોવિશીલ્ડ વેક્સીન લીધી છે અને તેનાથી થ્રોમ્બોસિસ થ્રોમબોકાઇટોપેનિયા સિંડ્રોમ થયું છે તો આ બોડીમાં લક્ષણ જોવા મળી શકે છે. 

ગંભીર તથા અથવા સખત માથાનો દુખાવો
- ધૂંધળી દ્રષ્ટિ
- શ્વાસની તકલીફ
- છાતીમાં દુખાવો
- પગમાં સોજો
- સતત પેટમાં દુખાવો
- ત્વચા નીચે ઇજા અથવા લોહીના દાગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news